અનેક નામી અનામી સંસ્થાઓ દ્વારા ગરીબ પરિવારના બાળકોને મદદરૂપ થવાના હેતુસર સમયાંતરે રોજગાર ઉપયોગી વસ્તુઓ વિતરણના નિ:શુલ્ક કાર્યક્રમો યોજાતા રહે છે. સમાજસેવી સંસ્થાઓનો મુખ્ય હેતુ ગરીબ પરિવારના બાળકો પગભર બની પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે એ માટેનો હોય છે. જે અંતર્ગત સોમવારના રોજ આમોદના ઈખર ગામના હોલમાં વિદેશથી માદરે વતન પધારેલા બિન નિવાસી ભારતીયો દ્વારા ગરીબ પરિવારની દીકરીઓને સિલાઈ મશીનો તેમજ શાળામાં અભ્યાસાર્થે આવતા ગરીબ પરિવારના છાત્રોને યુનિફોર્મ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો.
ઈખર ગામની યુ કે વેલફેર કમિટી ઈખર અને પ્રાેગ્રેસીવ વેલફેર ટ્રસ્ટ ઈખરના સાૈજનયથી પ્રાેગ્રેસીવ વેલફેર ટ્રસ્ટ ઇખરની વાર્ષિક સભા તેમજ વિદેશથી પધારેલા મહાનુભાવેનો સત્કાર સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં સમારંભના પ્રમુખ તરીકે હાજી અહમદ માસટર મલલુએ હાજરી આપી સાથે સાથે યુ કે અમેરિકા તેમજ અન્ય દેશોમાંથી મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમના પ્રારંભમાં ડૉ. યુનુસભાઈએ અતિથિઓનો પરિચય આપ્યો હતો. તેમજ યુ કે વેલફેર ટ્રસ્ટ તરફથી મળતી મદદને બિરદાવી હતી. તેમજ પ્રાેગ્રેસીવ વેલફેર ટ્રસ્ટ ઈખરમાં ચાલતી વિવિધ યાેજનાઓનો રસપ્રદ ચિતાર પણ આપ્યો હતો.
ઉપરોકત ટ્રસ્ટ ગામમાંથી તમામ જરૂરતમંદ ગરીબોને શૈક્ષણીક સુવિધાઓમાં શાળા કોલેજ યુનિવર્સિટી ટેકનીકલ કોર્સ માટે ગૃહ ઉદ્યોગ જેવા કલાસ ચલાવવા બીમારી તેમજ ગંભીર રોગોમાં મદદરૂપ પણ બને છે. વેલફેર ટ્રસ્ટ સંચાલિત સિવણ કલાસની જરૂરતમંદ તાલીમાર્થીઓને યુ કે વેલફેર ટ્રસ્ટ તરફથી ૧૫ જેટલા નિ:શુલ્ક સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ ગામના જ અમેરિકા નિવાસી હાજી અબદુલભાઈ તરફથી ગામની તમામ શાળાઓના ગરીબ છાત્રોને યુનિફોર્મની જાહેરાત કરવામાં આવી. તેમજ યુ કે કમિટીના સેક્રેટરી જનાબ અહમદ મલ્લુ તરફથી ગરીબો માટે તમામ પ્રકારની સહાય માટે જાહેરાત કરવામાં આવી હતી. અંતમાં જનાબ મોહંમદ પટેલે સેવાઓને બિરદાવી આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું.
ભરૂચનાં આમોદ તાલુકાનાં ઈખર ગામમાં ગરીબ પરિવારની દીકરીઓને નિ:શુલ્ક સિલાઈ મશીનો તેમજ શાળાનાં ગરીબ છાત્રોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisement