આમોદ નારેશ્વર માર્ગ પર આવેલ સારિંગ ગામની સુપ્રસિદ્ધ હજરત સૈયદ પરદેશી પીર બાવાની દરગાહ પર શુક્રવારના રોજ વાર્ષિક સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.
શુક્રવારના રોજ મોડી સાંજે સંચાલકો દ્વારા મજાર શરીફ પર ફુલ ચાદરો તથા ગિલાફ અર્પણ કરાયા હતા.સંદલ શરીફની સમગ્ર વિધિ ગુલબર્ગા શરીફ (કર્ણાટક) સ્થિત સૈયદ મઝહરૂદ્દીન કાદરી ઉર્ફે મોહસીન બાવા સાહેબના હસ્તે કરવામાં આવી હતી.
સંદલ વિધિ બાદ સલાતો સલામનું પઠન કરાયું હતુ. તેમજ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે ખાસ દુવાઓ ગુજારવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદ લોકોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. સંદલ શરીફની વિધિ બાદ દરગાહ સંકુલમાં સંચાલકો દ્વારા રાખવામાં આવેલ ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી.હજરત સૈયદ પરદેશી પીર બાવાની દરગાહ પર સાંસરોદ સહિત આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ નિયમિત હાજરી આપી દર્શન કરતા રહે છે.
આમોદ : સારીંગ ગામની સીમમાં આવેલી હજરત સૈયદ પરદેશી પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.
Advertisement