આમોદ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. ઉપસ્થિત તાલુકાના મહિલા અને પુરુષ પશુપાલકોને સરકારી યોજનાઓ તેમજ પશુની માવજત અંગે તજજ્ઞ દ્ધારા માહિતી પૂરી પાડવામાં આવી હતી.
રાજ્ય પશુપાલન વિભાગ દ્ધારા પશુપાલકોમાં જાગૃતિ આવે અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઇ શકે એ માટે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે.આમોદ ખાતે યોજાયેલ શિબિરમાં તાલુકાના અનેક ગામોમાંથી જાગૃત પશુપાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિરમાં પશુઓની માવજત કઈ રીતે કરવી અને પશુપાલન વ્યવસાય થકી આર્થિક રીતે પગભર થવાની ટેકનીકલ સમજ પુરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે ડૉ. કોસાડાએ પશુપાલન વ્યવસાયને પૂર્ણ વ્યવસાય બનાવવા પર ભાર મુક્યો હતો સાથે વિવિધ સરકારી યોજનાઓની વિસ્તારપૂર્વક સમજ આપી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.જ્યારે નિષ્ણાંત પશુચિકિત્સકોએ પશુઓની વિવિધ બીમારીઓ અને તેના ઈલાજ કરવા અંગે રાખવી પડતી સાવચેતી વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ તબકકે રાજ્યમાં પ્રગતિશીલ પશુપાલક તરીકે બીજા નંબરે પસંદગી પામનાર કુરચણ ગામના કૌશિક પટેલનું ખાસ સન્માન કરવામાં આવ્યુ હતુ.
શિબિર દરમિયાન રાકેશ ફાર્માશયુટીકલ કંપનીએ પશુપાલકોને માહિતી આપવા સાથે વિના મૂલ્યે દવાઓ આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત આમોદના પ્રમુખ વિલાસબેન રાજ,સંજયસિંહ,ડૉ. આઈ એસ ગેહલોત,ડૉ. હાર્દિક ચાવડા,ડૉ.એલ એમ નાયકા,વિસ્તરણ અધિકારી કનુભાઈ પઢીયાર ઉપસ્થિત રહ્યા હતા.
આમોદ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયું.
Advertisement