Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકામાં આવેલ મદરેસામાં પઢાવતા મોલવીએ 13 વર્ષની બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચરતાં મોલવી સામે આમોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી ગઈ છે.

Share

આમોદ પંથકમાં એક 13 વર્ષીય બાળકી સાથે 68 વર્ષનાં વૃદ્ધએ દુષ્કર્મ આચરવાની ધટનાએ લોકોને વિચારતા કરી મૂકયા છે. આમોદમાં બચ્ચો કા ઘરમાં મદરસામાં બાળકો ધાર્મિક શિક્ષણ લેવા આવે છે. આવી જ એક બાળા પણ અહીં ધાર્મિક શિક્ષણ લેવા આવી હતી જેમાં 68 વર્ષીય મૌલવી અબ્દુલ્લાહ વોરા શિક્ષણ આપે છે. તેને એક 13 વર્ષીય બાળા ઉપર નજર બગાડતાં તેણે બાળકીને બોલાવી તારી મમ્મીનો ફોન આવ્યો છે તેમ કહી દુકાન પર બોલાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે બાળકીને જયારે પણ માતા-પિતા મળવા આવતા તો તે મદરસામાં ભણવું નથી કહીને રડતી હતી. પરંતુ માતા-પિતાને પહેલા આ બાળકી મદરસાનાં ડરથી આવું કહેતી હતી તેવું લાગતું હતું. પરંતુ જયારે તેણીને ઘરે લાવતા તેણીએ માતાને કહયું હતું કે તેની સાથે મૌલવી ખોટું કામ કરે છે અને બાળકીએ માતાને ચિઠ્ઠીમાં લખીને કહ્યું હતું કે મમ્મીનો ફોન આવ્યો છે તેમ કહી દુકાનમાં બોલાવીને દુષ્કર્મ કરતો હતો. આ જાણી માતા-પિતાના પગ તળિયેથી ધરતી ખસી ગઈ હતી. બાળકી હર હંમેશ ડરતી હતી તેનું સાચું કારણ જાણતા માતા-પિતાનાં હદય કંપી ઉઠયા હતા અને માતા-પિતાએ બચ્ચો કા ઘરનાં મૌલવી અબ્દુલ્લાહ વોરા સામે આમોદ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેમાં પોલીસે દુષ્કર્મ પોકસો એકટ સહિત વિવિધ કલમો લગાડી છે. આમોદ પોલીસે મૌલવી અબ્દુલ્લાહ વોરાને શોધી નાંખીને પૂછપરછ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ગંધાર ઓ.એન.જી.સી ખાતે અચાનક આગ ફાટી નીકળતા એક કર્મચારીનું મોત

ProudOfGujarat

ભરૂચ : કોવિડ વેક્સિનેસન અંતર્ગત તા.૨૨ મી મે ના રોજ મેગા વેક્સિનેસન કેમ્પનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!