ભરૂચના આમોદ તાલુકાના વાતરસા કોઠી ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીરની દરગાહ પર વાર્ષિક ઉર્સ પ્રસંગે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહને રંગબેરંગી રોશનીથી ઝળાહળા કરાઇ હતી. ગતરોજ મોડી સાંજના ગામની મસ્જિદ પાસેથી સંદલ શરીફનું ભવ્ય ઝુલૂસ નીકળ્યું હતું. જે ઝુલુસ ગામના વિવિધ માર્ગો પરથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. સૈયદ અહમદ અલી પાટણવાળા સાહેબ, મસ્જિદના ઇમામ સાહેબ મૌલાના હુસેન અશરફી, હાફેજ આસિફ અશરફી સાહેબ, સલીમ મહેતાજી તેમજ સેંકડો મુરિદોની હાજરીમાં મજાર શરીફ પર ફૂલોની ચાદરો તેમજ ગિલાફ અર્પણ કરાયા હતા. સંદલ શરીફની વિધિમાં સેંકડો મુરીદોએ ભાગ લઇ ધન્યતા અનુભવી હતી. સૈયદ અહમદ અલી પાટણવાળા સાહેબે દેશ અને દુનિયામાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારી હતી સંદલ શરીફ બાદ સામુહિક ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુસ્લિમ સમુદાયના લોકોએ ભાગ લીધો હતો ખુબ જ ઉત્સાહભર્યા માહોલમાં સંદલ શરીફની વિધિ સંપન્ન થઇ હતી.
ભરૂચનાં આમોદ તાલુકાનાં વાતરસા કોઠી ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીરની દરગાહ પર સંદલ શરીફની વિધિ કરાઇ હતી..
Advertisement