આમોદ પોલીસનાં કેટલાક ભ્રષ્ટ લાંચિયા પોલીસવાળા દારૂનો ધંધો કરતાં બુટલેગરો પાસેથી હપ્તો લેવાનાં વિડીયો વાઇરલ થયા બાદ અણોર ગામનાં લોકોએ દારૂનાં અડ્ડા બંધ કરાવવા માટે ગ્રામજનોએ દેશ ભક્તિ ગીતો સાથે રેલી યોજીને પોલીસવાળા દારૂનાં હપ્તા લેવાનું બંધ કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ભરૂચ જીલ્લામાં રોજ એક દેશી-વિદેશી દારૂનાં બુટલેગરનાં ઘરે રેડ કરવામાં આવે છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસ.ઓ.જી. આઈ.જી. ની આર.આર.સેલ અને સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવે છે. બુટલેગરો ઝડપાઈ છે કેસ થાય છે. પરંતુ ફરી દારૂનું વેચાણ શરૂ થાય છે જેમાં કેટલાક ભ્રષ્ટ પોલીસવાળા બુટલેગર પાસેથી હપ્તા લઈ વિશેષ પરમિશન આપે છે. ત્યાં થોડા દિવસ અગાઉ માથાભારે બુટલેગરોએ પત્રકારો ઉપર કોઈક પોલીસવાળાનાં કહેવાથી હુમલો કરીને કેસ કરી નાંખ્યો હતો. આ હુમલા અને પત્રકારો ઉપર કેસ કરવા પાછળ ભ્રષ્ટાચારી પોલીસવાળા જ હતા તેવું જાણવા મળ્યું છે. ત્યાં થોડા દિવસ અગાઉ ત્રણ પોલીસવાળા દેશી દારૂનો ધંધો કરતાં બુટલેગર પાસેથી મહિને 8 થી 10 હજારનો હપ્તો વસૂલ કરીને દારૂ વેચવાની મંજૂરી આપતા હોવાનું ખુદ બુટલેગરે વિડીયો વાઇરલ થયો હતો તેમાં કબૂલાત કરી હતી. ત્યાં આમોદ પોલીસમાં કેટલાક લાંચિયા ભ્રષ્ટાચારી પોલીસવાળા છે તે સાબિત થયું છે. ત્યાં હવે આમોદ તાલુકાનાં અણોર ગામનાં લોકોએ દારૂબંધીનો અમલ નહીં થતાં ગ્રામ લોકોએ રેલી કાઢવાની ફરજ પડી હતી. અહીં દારૂ વેચાણથી હેરાન પરેશાન થયેલા અણોર ગામનાં લોકોએ રવિવારની સાંજના સમયે ગામમાં દેશભક્તિનાં ગીતો સાથે દારૂ બંધ કરાવવાનાં નારા સાથે રેલી યોજી હતી. બાપુનાં ગુજરાતમાં દારૂબંધીની વાતો કાગળો પર જ છે તેવું લાગી રહ્યું છે. ત્યાં અણોર ગામનાં લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા ‘દારૂ બંધ કરો બંધ કરો’ ‘પોલીસ દારૂનાં હપ્તા લેવાનું બંધ કરે બંધ કરે’ તેવા સૂત્રોચ્ચારથી ગામનું વાતાવરણ ગુંજવી નાંખ્યું હતું. આમ હવે એવી ચર્ચા છે કે LCB-SOG સહિત પોલીસ વિભાગ ધોર નિંદ્રામાં છે કે નાટક કરે છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
આમોદ પોલીસ દારૂનાં હપ્તા લેવાનું બંધ કરો નાં સૂત્રોચ્ચાર સાથે આમોદનાં અણોર ગામે ગ્રામજનોએ રેલી યોજી.
Advertisement