Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદનાં સુહદમ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ આપી ઉઘાડી લૂંટને લઈને જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા.

Share

આમોદમાં આવેલા સુહદમ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળતું હોવાની બુમો ઉઠવા પામી હતી. જેને લઈને એક જાગૃત નાગરિકે લોકસરકારમાં મહિના પહેલા ફરિયાદ કરી હતી. ગત રોજ બપોરના સમયે જિલ્લા પુરવઠા અધિકારી અને તોલ માપ અધિકારીએ તેમની ટીમ સાથે દરોડા પાડી પેટ્રોલ અને ડીઝલના નમૂના લેતા ભ્રષ્ટાચારીઓમાં ખળભળાટ થઈ ગયો હતો. જાણવા મળતી માહીતી મુજબ આમોદમાં આવેલા સુહદમ પેટ્રોલ પંપ ઉપર ભેળસેળવાળું તેમજ ઓછું પેટ્રોલ મળતું હોવાની આમોદમાં બુમો ઉઠવા પામી હતી. જેના અનુસંધાને ગત રોજ ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ તોલમાપ ખાતાના અધિકારીએ સયુંકત રીતે તેમની ટીમ સાથે આમોદ સુહદમ પેટ્રોલ પંપ ઉપર રેડ કરી હતી. સાથે આમોદના પુરવઠા મામલતદાર અને સ્ટાફ પણ જોડાયો હતો. જિલ્લા પુરવઠા અધિકારીએ વિવાદિત પેટ્રોલ પંપનું ડીઝલ તથા પેટ્રોલના નમૂના લીધા હતા. જ્યારે તોલમાપ ખાતાના અધિકારીએ મશીન રીડર અને આંકડાની ચકાસણી કરી હતી જેથી પેટ્રોલ પુરાવવા માટે આવતા ગ્રાહકોમાં પણ જિલ્લાના અધિકારીઓની અચાનક ચકાસણીને લઈને કુતુહલ ફેલાયું હતું. આમોદમાં સુહદમ પેટ્રોલ પંપ પરથી લીધેલ ડીઝલ અને પેટ્રોલના નમૂના અલગ અલગ ડબ્બામાં સીલ કરી તેને ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં અગાઉ આજ પેટ્રોલ પંપ કમલ પેટ્રોલ પંપના નામથી ચાલતું હતો. પરંતુ આવા જ કારનામાંથી સીલ કરવામાં આવ્યો હતું ત્યારે હાલમાં પણ આજ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળતું હોવાની બુમો ઉઠી છે.

Advertisement

Share

Related posts

ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 34,738 વિદ્યાર્થીઓ પાસ.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડીયાનાં અવિધા ગામ ખાતે માલિકીની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી બાંધકામ કરી રહેતા ઈસમો વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુના દાખલ કરતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

નવસારીમાં એક ટાઇમ પાણીના પણ ફાફા, પાલિકામાં મહિલાઓનો મોરચો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!