Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ કાકુજીની વાડી ખાતે વિપક્ષી નેતાનો કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

Share

આમોદમાં આજરોજ ગુજરાત વિધાનસભાન વિપક્ષી નેતા પરેશ ધાનાણીના અધ્યક્ષ સ્થાને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસનાં હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષી નેતાના અધ્યક્ષ સ્થાને યોજયેલા કાર્યક્રમમાં લોકોએ વિવિધ પ્રશ્નોની લેખિત રજુઆત કરી હતી.જેમાં નહેર વિભાગને લગતા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા કરોડો રૂપિયાની પાઇપ નાખી હોવા છતાં આમોદના પશ્ચિમ વિસ્તારમાં હજુ સુધી નહેરોમાં પાણી પહોંચ્યું નથી. તેમજ કપાસ,મગ, તુવેરની આમોદ ખાતે ખરીદ કેન્દ્ર શરૂ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત આમોદ નગર વેપારી એસોસિએશનને પણ આમોદ નગરમાં ઘર વપરાશ માટે ગેસલાઈનની ફાળવણી કરવા રજુઆત કરી હતી. તેમજ આમોદનું એસ.ટી ડેપો કાર્યરત કરવા તેમજ આમોદ- ભરૂચ ઇન્ટરસિટી બસની માંગણી કરી હતી. આમોદમાં સિવિલ કોર્ટ છે જેમાં સેશન્સ કોર્ટ આમોદમાં ફાળવવામાં આવે તો આમોદ, જંબુસર અને વાગરા ત્રણ તાલુકાની જનતા લાભ લઇ શકે તેવી રજુઆત કરી હતી.આમોદ ૫૬ ગામડાને જોડતું તાલુકા મથક હોવા છતાં છેલ્લા ૧૫ વર્ષથી ટ્રેઝરી અને પી.ડબ્લ્યુ.ડી.ની ઓફીસ બંધ હોવાથી તાલુકાની પ્રજા હેરાન થાય છે.જે પુનઃ ચાલુ કરાવવા માટે રજુઆત કરી હતી. આમોદ નગરપાલિકાના કર્મચારીઓએ છઠ્ઠુ પગાર પંચ તથા સાતમું પગાર પંચનો લાભ ના મળતા આમોદ પાલિકાની બેદરકારી સામે રજુઆત કરી હતી. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ૧૯૪૭ પહેલા આઝાદીનું આંદોલન હતું. અને ૧૯૪૭ પછી અધિકારનું આંદોલન છે. આઝાદીનું બી કોંગ્રેસે વાવ્યું હતું.ગાંધીજી અને સરદારના ગુજરાતે આખા દેશને જોડાવાનું કામ કર્યું હતું. ૧૯૪૭ પહેલા બે ગુજરાતીઓ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદ કરવાનું કામ કર્યું હતું.હવે બે ગુજરાતીઓએ દેશને ગુલામ કરવાનું શરૂ કર્યું છે.નાના માણસને હાથ પકડી મોટું કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. તેમજ તેમણે અન્ય કોંગ્રેસી આગેવાનો તેમજ હોદ્દેદારોનો કાન આમળતા જણાવ્યું હતું કે સંગઠનના કાર્યકરોને સાચવવા પડશે સંગઠનથી આપણે ઉંચા છે. પાયાના કાર્યકારોને તાકાત આપવી પડશે નહી તો ક્યારે માજી થઈ જઈશું ખબર નહીં પડે. તેમજ કાર્યકરોને પણ જણાવ્યું હતું કે અમારા કાન પકડવા તમારો અધિકાર છે કારણ કે તમે કાર્યકર છો. ભૂલ થઈ હોય તો બંધ બારણે કહેજો. જે સ્વીકારશે તે તરશે બાકી તો માજી બનતા વાર નહીં લાગે. વધુમાં જણાવ્યું હતું કે આપણા કોંગ્રેસી કાર્યકરોમાં સંકલનનો અભાવ છે. ગાંધીનગરમાં કોંગ્રેસનો ઝંડો નથી લહેરાતો તે આપણા સંકલનનો અભાવ દેખાઈ છે. જો સકારાત્મક રીતે આગળ વધીએ તો પરિણામ ચોક્કસ મળશે. કોંગ્રેસની વિચારધારા અને દેશનું બંધારણ એક સિક્કાની બે બાજુ છે. ગુસ્સાની રાજનીતિ સામે અમે પ્રેમથી જીતવાના છે. કોંગ્રેસ સૌને જોડે છે. ભાજપ તોડે છે. કોંગ્રેસ પ્રેમ આપે છે ભાજપ ગુસ્સો બતાવે છે. કોંગ્રેસ સત્યને વરેલી છે. જ્યારે ભાજપના નેતાને દિવસમાં દશ વખત ખોટું ના બોલે તો તેમને ઊંધ આવતી નથી.કોંગ્રેસ પાર્ટીએ અહિંસાના રસ્તે દેશને આઝાદી અપાવી છે. જ્યારે બીજી પાર્ટી આઝાદી મળ્યા પછી હિંસાનું બી વાવીને સરકાર ચલાવે છે અને લોકોને ભય બતાવીને એના રોટલા રળી રહી છે. સંવિધાનીક સંસ્થાઓ સીબીઆઈ,રિઝર્વ બેન્કને પાંગળી બનાવવાનું કામ હાલ સત્તામાં બેઠેલી સરકાર કરી રહી છે. ભાજપના રાજમાં ન્યાય થર થર કાપી રહ્યો છે. ગુજરાતમાં ૩.૭૦ લાખ કરોડનું દેવું વધી ગયું છે. શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે સાડા પાંચ હજાર શાળાઓ બંધ કરવાનો ફતવો કર્યો છે. બેકારી વધી છે મોંઘવારીએ માંજા મૂકી છે. બે વર્ષમાં ચાર લાખ કરતા વધુ ફેકટરીઓ બંધ થઈ છે. સસ્તા અનાજની દુકાનોમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. બીપીએલની યાદીમાંથી ગરીબો ગાયબ થઈ ગયા છે.આ નોટબંધીનું નાટક અને જીએસટીની ઝંઝટે આ દેશના અર્થતંત્રની ધોળી નશ કાપી નાખી છે.આ તબક્કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા પ્રદેશ કોંગ્રેસ આગેવાન રાજેન્દ્રસિંહ રાણા યુનુસ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉસ્માન મિડી શહેર પ્રમુખ મુકેશ વસાવા નારાયણ ઓડ વિગેર ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

આને કહેવાય અંગત સંબંધો – ભરૂચ બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સામ સામે આવી જતા થયા અંદરો અંદર ઉત્સાહિત.

ProudOfGujarat

વાંકલ : ઘાણાવડ ગામે 1000 કી.ગ્રા શાકભાજીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઘોઘંબા : રાજગઢ પોલીસે કતલ કરવાના ઇરાદે લઈ જવાતા સાત ગૌવંશોને બચાવી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!