આમોદ તાલુકા નહેર નિગમની સિંચાઈ યોજના મારફતે ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે. તાલુકામાંથી પસાર થતી કેનાલનાં નિર્માણ સમારકામ અને સાફસફાઈ માટે લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો કરવા છતાં કેનાલમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાવાની સાથે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોનો ખેતરમાં ઉભો પાક નષ્ટ થઈ જતા મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે.
કુદરતી આફતમાંથી આમોદ તાલુકાનાં ખેડૂતોને હામ વળ્યો નથી ત્યારે આમોદ નહેર નિગમની બેદરકારીથી ખેડૂતોની હાલત દયનીય બની છે.મળતી માહિતી મુજબ આમોદ તાલુકાનાં ઘમણાદથી પસાર થતી નર્મદા નહેરની કેનાલમાં ઝાડી-ઝાંખરા તેમજ મસમોટું ભંગાણ હોય તે સંદર્ભે ગામના ખેડૂતો એ અવાર નવાર આમોદ સ્થિત આવેલ નર્મદા નિગમની કચેરીએ 20 દિવસ પહેલા જાણ કરી હતી. આમોદ નહેર નિગમનાં અધિકારીઓ સ્થળ નિરક્ષણ કરી જી.સી.બી મશીન બોલાવી જરૂરી કામકાજ કરી ખોદકામ કર્યું તેમજ સ્થળ પર રેતીનું મટીરીયલ પણ લાવવામાં આવ્યું ત્યાર બાદ કોઈ પણ પ્રકારનું સમારકામ કર્યા વગર આળસ તેમજ બેદરકારીની આદતથી ટેવાયેલા નર્મદા નિગમનાં અધિકારીઓ દ્વારા બે દિવસ કેનાલમાં પાણી છોડી દેતાં દેશી મગ, દિવેલા, કપાસ જેવા ઉભા પાકમાં ખેતરોમાં પાણી ફરી વળતાં હજારો લીટર પાણીનો વેડફાટ તેમજ ખેતરો માં રહેલ ભૂમિ પુત્રોની જીવન દોરી સમાન ઉભા પાકનાં ખેતરો તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
ખેડૂતોનાં જણાવ્યા અનુસાર કેનાલોનાં નિર્માણ તેમજ સાફ સફાઈ માટે લાખો-કરોડોની ગ્રાન્ટોનો ધુમાડો કરવા છતાં સાફ સફાઈ ન થતા બાવર સાથે ઝાડી-ઝાંખરા અને કચરાનાં ઢગલા ખડકાયેલા હોવાથી જળાશયોમાંથી પાણી છોડવામાં આવતા કેનાલમાં અવરોધ સર્જાતા કેનાલમાં અવાર નવાર ભંગાણ પડી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
ખેડૂતોનાં ઉભા પાકમાં પાણી ફરી વર્યું તેમાં જવાબ દાર કોણ ? તેવા સવાલો ખેડૂતોને મુંઝવી રહ્યા છે. આ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા ખેડૂતોની સંવેદના સાંભરી ખેડૂતોનાં ખેતરોમાં સ્થળ મુલાકાત કરવામાં આવે એવી માંગ છે. હાલ તો ખેડૂતોનાં મોઢે આવેલ કોળીઓ ઝુંટવાઈ જવાની સ્તિથી સર્જાયેલ છે. આમોદ તાલુકામાં કોઈ ફેકટરીઓ આવેલ નથી અહીંયા ગામજનો પશુ પાલન તેમજ ખેતી પર નિર્ભર છે.કુદરતી આફતનાં કારણે ચોમાસુ ખેતી નિષ્ફળ ગયેલ છે ત્યારે રવી સીઝન પણ નહેર નિગમની બેદરકારી નાં કારણે ખેતરોમાં રહેલ ઉભા પાકમાં હજારો લીટર પાણી ફરી વળતા ખેડૂતો વળતર ની માંગ સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે.
અકબર બેલીમ