આમોદ પોલીસે ગતરોજ સાંજના સમયે બાતમીના આધારે એક પીકઅપ વાનમાં પાણી અને ઘાસચારા વિના ખીચોખીચ રાખેલ પાંચ ભેંસોને છોડાવી હતી. અને તેને ભરૂચ પાંજરાપોળ ખાતે મોકલાવી હતી.
આમોદ પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જંબુસરથી સરભાણ રોડ ઉપર ભેંસો ભરીને પીક અપ વાન નીકળી છે જેથી આમોદ પોલીસે શમા હોટેલ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ પીક અપ વાન આવતા તેની તલાશી લેતાં તેમાં પાંચ ભેંસો કોઈ પણ પ્રકારના ઘાસચારા વગર રાત્રીના સમયે હેરાફેરી કરતાં ગામ ડાભા.તા જંબુસરના બે ઈસમો નામે ફારૂક બસીર મન્સૂરી રહે. તથા મયુર ઈશ્વર વાળંદને ઝડપી પાડયા હતા. આમોદ પોલીસે પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી પીક અપ વાન જેની કિંમત રૂપિયા બે લાખ અંગજડતીના ૧૦,૨૬૦ તથા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા ૧૦,૦૦૦ તથા ભેંસો નંગ પાંચ કિંમત રૂપિયા ૨૧,૦૦૦ મળી કુલ ૨૪,૧૨૬૦ ના મુદ્દામાલ સાથે બે લોકોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
આમોદ પાસેથી પીક અપ વાનમાંથી ઘાસચારા પાણી વગર ખીચોખીચ રાખેલા પશુઓ છોડાવાયા આમોદ પોલીસે બે આરોપી સાથે ૨.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Advertisement