આમોદ અનમોલ શોપિંગમાં બોગસ ચૂંટણી કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું આમોદ મામલતદારે રેડ કરી કોમ્પ્યુટર સહિતનો સામાન જપ્ત કર્યો.
આમોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ચૂંટણી કાર્ડ બનાવવાનું કૌભાંડ ચાલતું હતું. અને અરજદારો પાસેથી કૌભાંડીઓ મો માંગ્યા પૈસા લેતા હતા. ત્યારે ગતરોજ આમોદના નાયબ ચૂંટણી મામલતદારને બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે આમોદ નગરપાલિકા સામે આવેલા અનમોલ શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર ૨૧ બોગસ ચૂંટણી કાર્ડ બનાવવામાં આવે છે .જેથી નાયબ ચૂંટણી શાખા આમોદના મામલતદારે આમોદ મામલતદારને જાણ કરતા આમોદ મામલતદારે ઉપરી અધિકારીને જાણ કરતા તેમણે કાયદેસર કરવાની કાર્યવહી કરવાની સૂચના આપતા આમોદ મામલતદાર સહિત નાયબ મામલતદાર અને પોલીસ સાથે આવી અનમોલ શોપિંગ ઉપર આવેલી દુકાન નંબર ૨૧ ઉપર રેડ કરી હતી અને ચૂંટણી કાર્ડ બનાવવાની બોગસ વેબસાઈટ બનાવવાની પણ બતાવી હતી. જેથી આમોદ મામલતદારે તેની દુકાનમાં રાખેલા ચૂંટણી કાર્ડ આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ કબજે કર્યા હતા.
અનમોલ શોપિંગમાં પોતાના ફાયદા માટે ઈમ્તિયાઝ યાકુબ પટેલ રહે. ઈદગાહ રોડ આછોદ તા. આમોદ જિલ્લો ભરૂચનાએ પોતાના અંગત આર્થિક ફાયદા માટે ઉપયોગમાં લેવાના કોમ્પ્યુટરમાં પી વી સી કાર્ડ એનાડેસ્ક સોફ્ટવેરમાં જુદા જુદા વ્યક્તિઓના નામ સરનામાં નાખી બોગસ ચૂંટણી કાર્ડ બનાવી વ્યક્તિને નુકશાન તેમજ લાભ પહોંચાડવાના ઈરાદાથી સાચા તરીકે ઉપયોગ કરી ગુનો કર્યો હતો. જેથી આમોદ પોલીસે આઈ ટી એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની વધુ તપાસ જંબુસરના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે. બોગસ ચૂંટણી કાર્ડ બનાવતી દુકાનમાંથી મામલતદારે શુ શુ કબજે કર્યું? આમોદ મામલતદારે બોગસ ચૂંટણી કાર્ડ બનાવતી દુકાનમાંથી કોમ્યુટર નંગ ૧ ,લેપટોપ નંગ ૧, બ્લેક એન્ડ વાઇટ કલર પ્રિન્ટર અને ઝેરોક્ષ, પેન ડ્રાઇવ નંગ ૨, મોબાઈલ નંગ ૧,ફિંગર પ્રિન્ટ રીડર નંગ ૨, ચૂંટણી કાર્ડ ૧૨, બ્લેક પી વી સી ચૂંટણી કાર્ડ નંગ ૨ આધારકાર્ડ ૨૩ પાનકાર્ડ ૧૦ ડ્રાઇવિંગ લાઇસન્સ ૧ સહિતના ડોક્યુમેન્ટ કબજે કર્યા હતા. અને દુકાનને તાળું મારી ચાવી પણ કબજે કરી હતી.બોગસ ચૂંટણી કાર્ડ બનાવવા માટે ઈમ્તિયાઝ પટેલ એનાડિસ્ક સોફ્ટવેર મારફતે રૂપિયા ૫૦૦૦ ભરીને આરતીબેન તેમજ અમિત નામના વ્યક્તિઓ પૈકી આરાતીબેનનો વોટ્સઅપ નંબરથી સંપર્ક કરી માર્ગદર્શન મેળવતો હતો.અને ચૂંટણી કાર્ડ બનાવતો હતો.
આમોદ અનમોલ શોપિંગમાં બોગસ ચૂંટણી કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.
Advertisement