ભરૂચ માં હાલ બોર્ડ ની પરિક્ષા ચાલી રહી છે ત્યારે આજ-રોજ એચ.એસ.સી ધો.૧૨ નું હિન્દી નું પ્રશ્ન પત્ર મોડું પડયું હતું. પ્રશ્ન પત્ર મોડું પડવાના પગલે વિધાર્થીને સાંજે ૬.૪૦ કલાક સુધી પ્રશ્ન પત્ર લખવાનો સમય આપવામાં આવ્યો હતો. પ્રશ્ન પત્ર મોડા કેમ પહોંચ્યા તે અંગે વિરોધા ભાસી કારણો જાણવા મળેલ છે. જેમ કે ચામડીયા સ્કુલ આમોદના સુત્રોએ જણાવ્યું હતું કે દયાદરા નજીક પ્રશ્ન પત્ર લઇ ને આવતા વાહનનાં ટાયરનું પંચર પરતા ડ્રાઈવરે ફોન કરતા સામેથી વહાન મોકલી પ્રશ્ન પત્ર મંગાવતા હિન્દી વિષયનું પ્રશ્ન પત્ર વિધાર્થીને મોડું મળ્યું હતું. શિક્ષણ જગતના સુત્રોના જણાવ્યા અનુસાર આજ-રોજ સવારના સમયે ધો.૧૦ ની ઉત્તરવાહી પરત લીઈને આવતા વાહન સાથે ધો.૧૨ હિન્દી વિષયનું પ્રશ્ન પત્ર નું પેકેટ આવી જતા તેને આમોદ ચામડીયા સ્કુલ ખાતે મોકલવવામાં આવ્યું હતું. જેથી વિધાર્થીને પ્રશ્ન પત્ર મોડું મળ્યું હતું. સમગ્ર પ્રકરણમાં ચામડીયા સ્કુલના સુત્રો સાચા કે શિક્ષણા સુત્રો સાચા તેતો આવનાર સમય જ બતાવશે.
આમોદ ખાતે એચ.એસ.સી ધો.૧૨ નું પ્રશ્ન પત્ર મોડું મળવા અંગે વિરોધા ભાસી કારણો
Advertisement