Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

આમોદ આઇ.ટી.આઈ સંકુલમાં ૧૧ જેટલા જુગરીયાઓ જુગાર રમતા ઝડપાયા…

Share

આમોદ કાકરીયા પાસે આવેલ આઈ.ટી.આઈ સંકુલ જુગાર ધામ હોવાની લોકચર્ચા…

આમોદના કાકરીયા પાસે આવેલ આઈ.ટી.આઈ સંકુલમાં ૧૧ જેટલા જુગારીયાઓ ગોળ કુંડાળુ વળી પત્તા-પાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. જેમની પાસેથી રોકડા નાણા તેમજ મોબાઈલ અને મોટરસાઈકલ મળી કુલ રૂપિયા ૧૦૩૫૦૦ ની મતા પોલીસે જપ્ત કરી હતી. આમોદ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત રોજ સમી સાંજના સમયે આઈ.ટી.આઈ સંકુલમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પી.એસ.આઈ  એ રેડ કરી હતી જેમાં ઈમરાન હસન પટેલ, ઈનાયત રાણા, ઝહીર પટેલ, સલીમ પટેલ, સબ્બીર મલેક, અહમદ રાણા, ઈરફાન પટેલ, ઝુબેર પટેલ, ઈરફાન આદમ પટેલ, અયુબખાન ગુલામખાન પઠાણ, ઈરફાન યુસુફ પટેલ, જુગાર રમતા ઝડપાયા હતા. આમોદ પોલીસે અંગઝડતીના રૂપિયા ૨૫૯૦૦ દાવ પરના રૂપિયા ૧૨૩૦૦ મોબાઈલ નંગ-૬ મોટરસાઈકલ નંગ-૨ મળી કુલ રૂપિયા ૧૦૩૫૦૦ ની મતા જપ્ત કરી છે.

Advertisement

Share

Related posts

મુંબઈમાં સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ સીલ : તેનો પરિવાર હાલ મુંબઈની બહાર.

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ માર્ચ ગામ ના પાટિયા પાસે મોટરસાયકલ સવાર ને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું…….

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 88,000 કરતાં વધુ મતોથી સાતમી વખત વિજેતા જાહેર થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!