ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે પ્રથમવાર ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાની 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં આછોદ,ભરૂચ A, કોલવના, ભેંસલી,ભરૂચ,વરેડિયા,અને વલણ જેવી તેમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં ભરૂચ A અને ભરૂચ વચ્ચે સેમી ફાઇનલ રમાઈ હતી જેમાં ભરૂચ A ટિમ નો વિજય થયો હતો જ્યારે બીજી સેમી ફાઇનલ કોલવના અને ભેંસલી વચ્ચે રમાઈ હતી જેમાં ભેંસલી ટિમનો શાનદાર વિજય થયો હતો અને ત્યાર બાદ ફાઇનલ મેચમાં ભરૂચ અને ભેંસલી વચ્ચે ફૂટબોલ મેચ રમાઈ હતી અને દિલધડક મુકાબલામાં મેચની છેલ્લી ઘડીએ ભરૂચ ટિમ એ ગોલ કરી વિજય હાસિલ કર્યો હતો. ત્યારબાદ વિજય ટિમ અને રનર્સઅપ ટીમને મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું જેમાં રનર્સઅપ ટીમને આછોદ ગામના નવયુવાન જકવાન જાલ અને આછોદ ગામપંચાયત ના ડેપ્યુટી સરપંચ ઈરફાન ભાઈ દ્વારા મેડલ પહેરાવવામાં આવ્યા. અને વિજય મેળવેલ ટીમને આછોદ બ્રાઇટ પેટ્રોલપંપ મલિક સદ્દામ ભાઈ અને કન્યાશાળાના પ્રિન્સીપાલ સાહેબ દ્વારા મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રનર્સઅપ ટીમને પૂર્વ પ્રિન્સીપાલ અયયુબ સાહેબના હાથે ટ્રોફી આપવામાં આવી હતી અને વિજય મેળવનાર ટીમને ગામના મુખ્ય આગેવાન ઇકબાલ ભાઈ STD અને માજી આચાર્ય રુસ્ટમ સાહેબના હાથે ટ્રોફી આપવામાં આવી હતી. અને આછોદ ફૂટબોલ ક્લબના આયોજક જાફર ભાઈએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્ય લેવલની મોટી ટુર્નામેન્ટ રમાડવામાં આવશે.
આમોદ તાલુકાના આછોદ ગામે પ્રથમવાર ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement