Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમોદમાં પત્રકારો ઉપર બુટલેગરનો જીવલેણ હુમલો.

Share

બુટલેગરોએ પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સાથે પત્રકારોનું જિલ્લા કલેકટરને આવેદન બુટલેગરોએ પત્રકારો ને રસ્તામાં આંતરી લઇ માર મારી મોબાઈલ કેમેરા ઝુંટવી લીધા.ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં દારૂનું વેચાણ મોટાપાયે થતું હોવાના અનેક અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતા જ બુટલેગર હોય પણ કેટલાક પત્રકારોને રસ્તામાં જ આંતરી લઇ માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પરંતુ પોલીસે પણ બુટલેગરોને સમર્થન કરતી હોવાના આક્ષેપ સાથે પત્રકાર સંગઠનની ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે કહેવાય છે કે ભરૂચ જિલ્લામાં ઠેરઠેર દારૂની હાટડીઓ ચાલી રહી છે અને તે વાતથી પોલીસ પણ અજાણ નથી ત્યારે આમોદ પંથકમાં ન્યાયાલય સંકુલની સામે જ દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતા જ બુટલેગરો બેફામ બન્યા હતા ત્યાં જ ભરૂચ જિલ્લામાં આમોદ પંથકની હદમાં જ બુટલેગરો બેફામ બન્યા હોવાના અહેવાલ પ્રકાશિત થતા જ પોલીસના હોશ ઉડી ગયા હતા અને દારૂની હાટડીઓ અંગેના અહેવાલ રજુકરનાર મીડિયા કર્મીઓ ઉપર જીવલેણ હુમલા કરવામાં આવ્યા છે ત્યારે આવા સંજોગોમાં આમોદ પોલીસે ઇજાગ્રસ્ત પત્રકારોની ફરિયાદ લેવાના બદલે બુટલેગરને પોલીસ મથકે બોલાવી હોવાના આક્ષેપ સાથે પ્રથમ બુટલેગરની ફરિયાદ લઇ પત્રકારોને આરોપી બનાવ્યા હતા ત્યારે અહીંયા પોલીસના પ્રતાપે દારૂનો વેપાર ધમધમતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે પોલીસ જ બુટલેગરોને કેમ છાવરે છે તેના ઉપર અનેક શંકા-કુશંકાઓ વ્યક્ત થઈ રહી છે.
કહેવાય છે કે બુટલેગરને પોલીસ ખુરશીમાં બેસાડીને વી.આઈ.પી સેવા આપતી હોવાના વિડીયો પત્રકારે કેદ કરી વાઈરલ કરતા પત્રકારની પણ વિડીયો કરવા મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હોય અને તેઓનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવતો હોય ત્યારે પોલીસ જ બુટલેગરોને છાવરતી હોય તેવા આક્ષેપ અહીંયા થઈ રહ્યા છે ત્યારે ભરૂચ એસ.પી રાજેન્દ્ર ચુડાસમાએ સમગ્ર ઘટનામાં તથ્ય બહાર લાવી બુટલેગરોને છાવાળનારા અધિકારીઓ સામે પગલાં ભરવાની જરૂર છે આ પ્રકારના હુમલા અંગે ભરૂચ પત્રકાર સંઘ દ્વારા આવનાર સમયમાં પોલીસની બુટલેગરોને છાવરવાની ઘટના મોટું સ્વરૂપ ધારણ કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

Advertisement

Share

Related posts

બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ઋષિ કુલ ગૌધામ દ્વારા માંગરોળનાં પી.એસ.આઈ.નું સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

વડોદરાના કોટંબી ગામ એ વરણામાં અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ 1.75 કરોડની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો નાશ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!