Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદમાં ધોળા દિવસે અછોડા તોડ ટોળકી ત્રાટકી.

Share

ઘરમાં પિત્તળના વાસણો ચમકાવવાને બહાને મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી પલાયન.
આમોદમાં આજ રોજ બપોરના સમયે અજાણ્યા તસ્કરોએ એક મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી પલાયન થઈ ગયા હતા. મહિલાની ફરિયાદને આધારે આમોદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આમોદમાં ગુનેખોરીનો ગ્રાફ દિવસે દિવસે વધતો જાય છે અને આમોદ પોલીસ જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય તેમ લાગી રહ્યું છે. આમોદના જનતા ચોક વિસ્તાર નજીક જૈન દહેરાસર પાસે રહેતા મંજુલાબેન ધરમચંદ શાહ પોતાના ઘરે હતા ત્યારે પિત્તળના વાસણ ચમકાવવા માટે ત્રણ યુવાનો આવ્યા હતા અને તેમને વાસણ ચમકાવી આપીશું કહી તેમના હાથમાં સફેદ પાઉડર જેવું લગાડી તેમના ગળામાંથી સોનાની ચેન તોડી પલાયન થઈ ગયા હતા.
આમોદ પોલીસે બજારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદના મુખ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે આમોદ વેપારીઓએ અગાઉ મામલતદાર તેમજ આમોદ પાલીકા અને આમોદ પોલીસને લેખિતમાં જાણ કરી હતી. છતાં આમોદમાં સરકાર દ્વારા કોઈ સીસીટીવી કેમેરા ના લગાવતા ચોરો અને અછોડા તોડ ટોળકીને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે.આમોદમાં ચોરીના બનાવો પણ વધી રહ્યા છે તેમજ ધોળા દિવસે અછોડા તોડવાના બનાવો પણ વધતા હોય આમોદ નગરની સામાન્ય પ્રજા ભયભીત બની છે. ત્યારે શું આમોદ પોલીસ આવા અછોડા તોડ ટોળકીને ઝડપી આમોદ નગરજનોને ભયમુક્ત કરશે કે કેમ તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

વલસાડમાં દરિયાદેવ તિથલબિચ પર પારડીના માછીમારોએ સાગર પૂજન કર્યુ

ProudOfGujarat

પાલેજ ગામ પંચાયતમાં શાળાનાં બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરાયું

ProudOfGujarat

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ગુજરાત રાજયના યુવા સંયોજકશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ ઃ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!