આમોદમાં આજરોજ આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે શહેર ભાજપ અને તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે વિમલભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.તાલુકા ભાજપના મહામંત્રી તરીકે દીપકભાઈ ચૌહાણ તેમજ ડૉ.પ્રવિણસિંહ રાઉલજીની વરણી કરાઈ હતી.
આમોદ શહેર ભાજપના પ્રમુખ તરીકે મહેશભાઈ જગમોહનભાઈ શાહની વરણી કરવામાં આવી હતી. જ્યારે મહામંત્રી તરીકે ભીખાભાઇ લીંબચીયા તેમજ મફતભાઈ રબારીની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપનું મોવડી મંડળ તેમજ ભરૂચ જિલ્લા પ્રમુખ યોગેશભાઈ પટેલ(મામા) જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશભાઈ ભટ્ટ તેમજ ધર્મેશભાઈ મિસ્ત્રી, ગુજરાત રાજ્યના માજી મંત્રી છત્રસિંહ મોરી માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા તેમજ આમોદ શહેર અને તાલુકા ભાજપના કાર્યકર્તાઓ તેમજ હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઇરફાન પટેલ
આમોદ