દેશભરમાં ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક લોકસભા ક્ષેત્રમાં ગાંધી સંકલ્પ યાત્રા કાઢવાની સૂચના આપી છે અને ગાંધીજીના સાદગીભર્યા વિચારો લોકો સુધી પહોંચે તેમજ સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીએ લોકોને આપેલા સ્વચ્છતા ત્યાં પ્રભુતા ના સૂત્રને સાકાર કરવા માટે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામેથી ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાના આગેવાની હેઠળ નીકળેલી ગાંધી સંકલ્પ યાત્રા આમોદ ખાતે આવી પહોંચતા આમોદ નગરજનોએ યાત્રા સાથે આવેલા મહેમાનોનું ફુલહારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આમોદ જૈન વાડી ખાતે સંમેલનમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા લોકોને ગાંધી જયંતીની ઉજવણીનો સંદેશો આપી સ્વચ્છતા ઉપર ભાર મૂકી સ્વચ્છતા અને આરોગ્ય વિષયક માહિતી આપી હતી. તેમજ સરકારની ગરીબલક્ષી યોજનાઓ પણ આ ગાંધી સંકલ્પ રેલીમાં જણાવી લોકોને સરકારની અનેક યોજનાઓનો લાભ લે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આમોદ તિલક મેદાન તેમજ ટાવર ચોક વિસ્તારમાં મહેમાનોએ હાથમાં ઝાડુ લઈ વિસ્તારની સ્વચ્છતા કરી હતી. ગાંધી સંકલ્પ યાત્રામાં પધારેલા લોકસભા સાંસદ મનસુખ વસાવાએ ગાંધી યાત્રી નિવાસની પણ મુલાકાત કરી હતી.ગાંધી સંકલ્પ યાત્રામાં માજી મંત્રી છત્રસિંહ મોરી માજી ધારાસભ્ય કિરણસિંહ મકવાણા સ્વામિનારાયણ સંપ્રદાયના ડી કે સ્વામી તથા આમોદ તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો આમોદ નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના સદસ્યો તેમજ કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યાર બાદ યાત્રા આમોદ તાલુકાના સરભાણ ગામે પહોંચી હતી.
મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આમોદ પહોંચેલી ગાંધી સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું.
Advertisement