Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ – સરભાણ માર્ગ પર કાર પલટી જતા ત્રણના કરૂણ મોત…

Share

ઇરફાન પટેલ (આમોદ)

આમોદ – સરભાણ માર્ગ પર આવેલા રોધ ગામ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ – સરભાણ માર્ગ પર આવેલા રોધ ગામ પાસેથી પસાર થઇ રહેલી એક કાર નંબર GJ 16 CB 2997 અચાનક સ્ટિયરિંગનો કાબુ ગુમાવતા અથવા કોઇ અન્ય કારણોસર પલટી જતા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા.
જ્યારે અન્ય ત્રણને ઇજાઓ થત‍ા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતમાં મોતને ભેટનારાઓમાં મુખતાર અબ્બાસઅલી સઁયદ, મહંમદ સાદીક શેખ, નીતીન શુરેશ સરીતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ત્રણ ને ઇજાગ્રસ્તોના નામઠામ જાણવા મળ્યા નથી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ખુરદો બોલી જવા પામ્યો હતો. અકસ્માત સંદર્ભે આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ખાતે શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 9 થી 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

આ વર્ષે ખેતી માં થયેલ નુકસાન નું વળતરનું શું.? ખેડૂતોમાં ચર્ચાયો વેધક સવાલ.? જાણો વધુ…???

ProudOfGujarat

નેત્રંગમાં સ્વામીનારાયણ સંપ્રદાય ધ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!