Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાજમહેલ પ્રવાસીઓ માટે માથાનો દુખાવો બન્યા વાંદરાઓ, કરશે 10 હજાર વાંદરાઓની નસબંધી.

Share

ઉત્તરપ્રદેશના આગ્રામાં તાજમહેલમાંથી વાંદરાઓના આતંકને રોકવા માટે એક યોજના તૈયાર છે. મહાનગરપાલિકાએ વાંદરાઓને પકડવા માટે વન વિભાગ પાસેથી પરવાનગી લીધી છે. પ્રથમ તબક્કામાં 500 વાંદરાઓની નસબંધી કરવામાં આવશે. આ માટે 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશને આ કામની જવાબદારી લઈ લીધી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના વેટરનરી ઓફિસર ડૉ.અજય કુમારે જણાવ્યું હતું કે તાજમહેલમાં જલ્દી જ અભિયાન ચલાવીને વાંદરાઓને પકડવામાં આવશે અને તેમની નસબંધી કરવામાં આવશે. આ માટે વન વિભાગની સાથે વાઈલ્ડ લાઈફ એસઓએસની ટીમ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. તાજમહેલમાંથી વાંદરાઓનો આતંક ખતમ કરવામાં આવશે.

Advertisement

જણાવી દઈએ કે તાજમહેલમાં વાંદરાઓનો આતંક સતત ચાલી રહ્યો છે. વાંદરાઓનો આતંક ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) માટે માથાનો દુખાવો બની રહ્યો છે. ASI સતત વિભાગોને તાજમહેલમાંથી વાંદરાઓ દૂર કરવા માટે કહી રહી છે. તાજમહેલમાં વાંદરાઓ અવારનવાર પ્રવાસીઓને બાચકા ભારે છે, મારે છે. જેની સીધી અસર તાજમહેલ પર પડે છે.

છેલ્લા 6 મહિનામાં ખૂંખાર થઈ ચૂકેલા વાંદરાઓ લગભગ એક ડઝન જેટલા પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવીને ઘાયલ કરી ચુક્યા છે. જેના કારણે તાજમહેલ જોવા આવતા પ્રવાસીઓ ગભરાટમાં રહે છે. વાસ્તવમાં, જ્યારે પણ ઘણા પ્રવાસીઓને એ ખબર નથી હોતી કે વાંદરાઓ ખૂંખાર છે, ત્યારે તેઓ તેમની નજીક જવાનો પ્રયાસ કરે છે અને જોખમ લઈ લે છે.

વેટરનરી ઓફિસરે કહ્યું કે ટૂંક સમયમાં જ અભિયાન ચલાવીને તાજમહેલમાંથી વાંદરાઓને પકડવામાં આવશે. તેમણે કહ્યું કે 10 હજાર વાંદરાઓને પકડવાનું લક્ષ્ય છે. પ્રથમ રાઉન્ડમાં 500 વાંદરાઓને પકડવામાં આવશે. ASI પણ તાજમહેલ પર વાંદરાઓના આતંકને રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તાજમહેલની આસપાસ લાગેલી ફેન્સીંગ ઠીક કરાવવાની સાથે ASI એ વાંદરાઓને રોકવા માટે વધારાના સ્ટાફની ડ્યુટી પણ લગાવી દીધી હતી. પરંતુ તાજમહેલને વાંદરાઓના આતંકથી સંપૂર્ણ રીતે મુક્તિ મળી નથી.


Share

Related posts

નેત્રંગનાં બલદવા, પીંગોટ અને ધોલી ડેમની કેનાલને નવીનીકરણ કરવા ખેડુતોની માંગ.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજમાં ગટરના દૂષિત પાણી રોડ પર ભરાતા લોકો પરેશાન

ProudOfGujarat

નડિયાદના ધારાસભ્યએ કીડની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ શરુ થાય તે માટે લેખીતમાં રજૂઆત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!