Proud of Gujarat
FeaturedGujaratINDIA

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં નિગ્રો લૂંટારુના ગોળીબારમાં જંબુસરના યુવાનની હત્યા

Share

વિદેશમાં રોજગારી માટે જતા ભારતીયો ઉપર હુમલા અને હત્યાની ઘટનાઓ ભારતમાં રહેતા પરિવારજનો માટે ચિંતાનો વિષય બનતી હોય છે. આફ્રિકામાં વધુ એક ભારતીયની નીગ્રો લૂટારૂઓ દ્વારા હત્યાનો મામલો સામે આવ્યો છે. જંબુસરના યુવાન જંબુસરના જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગની દક્ષિણ આફ્રિકામા ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે. નીગ્રો લૂંટારૂઓએ જોહનીસબર્ગમા આવેલ ફોડ્સ બર્ગ ટાવર પાસે ગોળી મારી જુબેર પટેલની હત્યા કરી નાખી છે. સૂત્રો અનુસાર મોબાઈલ શોપમાં લૂંટ કરવા આવેલા નીગ્રો લૂંટારુઓએ ગોળીબાર કરતા જુબેરને ગોળી વાગી હતી જેનું મોત નીપજ્યું હતું.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જુબેર પટેલ મૂળ ભરૂચ જિલ્લાના જંબુસરનો વતની છે. દક્ષિણ આફિકાના જોહનીસબર્ગમાં તે રોજગારી માટે ગયો હતો. જોહનીસબર્ગના ફોડ્સ બર્ગ ટાવરમાં તે મોબાઈલ શોપમાં નોકરી કરતો હતો. સોમવારે જોહનીસબર્ગના ફોડ્સ બર્ગ ટાવરમાં નીગ્રો લૂંટારુઓ ત્રાટક્યા હતા. સ્થાનિક દુકાનદારો અને ગ્રાહકોને ધમકાવી બાનમાં રાખવા નીગ્રો લૂંટારુએ બંદૂક બતાવી હતી. આ દરમ્યાન નાસભાગ મચી જતા તેણે ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં જાવેદ પટેલને ગોળી વાગી જતા તે ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકો દ્વારા જાવેદને તાત્કાલિક સારવાર અપાવવા પ્રયત્ન કરાયો હતો પરંતુ તે ઘટનાસ્થળેજ મૃત્યુ પામ્યો હતો. ઘટનાના પગલે જોહનીસબર્ગ પોલીસ ફોડ્સ બર્ગ ટાવર દોડી આવી હતી.

Advertisement

Share

Related posts

ઉમરપાડાનાં કેવડી અને ઉચવણ ગામમાં આર.એસ.એસ (RSS)દ્વારા 550 રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચની કોવિડ હોસ્પિટલોમાં સાયકોલોજીસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓનું કાઉન્સિલીંગ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ટોલનાકા નજીક કન્ટેનરમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!