આમોદ નજીક આવેલા આછોદ ગામ ખાતે વન વિભાગ દ્વારા મુકાયેલા પિંજરામાં મગર પુરાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો આછોદ ગામ અને આજુબાજુના વિસ્તારમાં મગરોનો ઉપદ્રવ વધતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી આમોદ નજીકથી પસાર થતી ઘાઘર નદીમાં ઉપરવાસનાં વરસાદ ના પગલે પાણીની આવક વધી હતી પાણીની સાથે સાથે કેટલાક મગરો પણ ખેંચાઈ આવ્યા હોવાની શંકા નકારી શકાતી નથી. ત્યારે આછોદ વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરાતા વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું આ પાંજરામાં મગર પુરાઇ જતા આછોદ ગામના લોકોએ હાશકારો ની લાગણી અનુભવી હતી.
Advertisement