Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડીયાના સહદેવસિંહ સોલંકી ક્રિકેટ ક્લબ ના સિલેક્ટેડ ક્રિકેટરો ટી.-20 વર્લ્ડ કપ રમેલા ઓમાનના ખેલાડી પાસેથી ક્રિકેટ કોચીંગ મેળવશે.

Share

ઓમાન ક્રિકેટ ટીમનાં ખ્યાતનામ ક્રિકેટર કે જેઓ ઓમાનનાં સચીન તરીકે પણ જાણીતો છે. “ જતીન્દર સીંગ” અને ઓમાન ક્રિકેટમાં ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે. એમની ફેન્સ ફોલોવીંગ ધીરે ધીરે ભારતમાં પણ પ્રસરી રહી છે. હાલમાં જ તેઓ વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બનેલા અને બી.ડી.એમ કપમાં પહેલી જ કેપ્ટનસી હેઠળ ચેમ્પીયન બનાવી. નાના એવાં નગરમાંથી સહદેવસિંહ સોલંકિનુ નામ ભારતભરમાં ધીરે ધીરે પ્રસરી રહ્યુ છે. વેલીયન્ટ ક્રિકેટ ટીમનાં ક્રિકેટરો, વિપુલ નારીગરા, રીચી શુકલા, પ્રતીક મેહતા, વિશાલ પાઠક, જતીન્દર સીંગ, ગૌરવ દવે સાથે સહદેવ સિંહ સોલંકી સારી મિત્રતા ધરાવે છે. અને હાલમાંજ તેઓ એ કેવડિયાનાં ક્રિકેટરોને પ્રોત્સાહન મળે તે હેતુસર સહદેવ સિંહ સોલંકીએ હાલમાંજ પોતાનુ ક્રિકેટ ક્લબ લોન્ચ કર્યુ હતુ. તેમાં જતીન્દર સીંગ,વિપુલ પારિગરા , રીચી શુકલા, વિશાલ પાઠક, પ્રતિક મેહતા, ગૌરંગ જેવા ખેલાડીઓએ શુભકામના પાઠવી હતી.

હાલમાં જ ગુજરાતમાં ક્રિકેટરોની સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ થઇ રહ્યો છે. જે એક સેશન ક્રિકેટ કેમ્પ રેહશે. હે સેશન ઓમાન નાં સ્ટાર ક્રિકેટર જતીન્દર સીંગ લેવાનો છે. તેઓની સાથે તે કેમ્પમાં વિપુલ નારીગરા, રીચી શુકલા, સહદેવ સિંહ સોંલકી, વિશાલ પાઠક, ગૌરવ દવે પણ ઉપસ્થિત  રહશે.  કેવડિયા માટે ગૌરવ પૂર્ણ બાબત એ છે સહદેવ સિંહ સોંલકી ક્રિકેટ ટીમમાં રમતાં 25 જેટલા ક્રિકેટરો ભાગ લેશે. કેવડિયા જેવાનાના ગામમાંથી સહદેવ સિંહ સોંલકી એ રાજ્ય કક્ષાએ નામનાંમેળવી છે. એમના પ્રયત્નો દ્વારા ભવિષ્યમાં સારા ખેલાડીઓ પણ ક્રિકેટ ક્ષેત્રે આગળ વધશે. એવા એક હકારાત્મક પ્રયત્નોથી જેની આ એક સારી શરૂઆત કહી શકાય છે. જે કેવડીયા જેવા નાનકડા ગામમાંથી ખેલાડીઓ ઇંટરનેશનલ ક્રિકેટર દ્વારા કોચીંગ મેળવશે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા.

ProudOfGujarat

પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ‘પીજીઆઈએમ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ’ ની રજૂઆત…

ProudOfGujarat

ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે માજી નગર સેવક મનહર પરમારની પસંદગી કરવામાં આવતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!