Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી પોલીસને ચકમો આપી થયો ફરાર.

Share

અંકલેશ્વરમાં હત્યાના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીની તબિયત લથડતાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયેલ હોય જે જાપ્તાની પોલીસને ચકમો આપી અડધી રાત્રે હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો છે જેની શોધખોળ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં અંકલેશ્વરમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી અનિલ ઉર્ફે માઈકલ અરવિંદ રામા વસાવા નામનાં કેદીની તબિયત લથડી હતી આથી કાચા કામના કેદીને બીમારી સબબ તબિયત લથડતાં તા. 16/1/22 ના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન હત્યાનો આરોપી અનિલ ઉર્ફે માઇકલ જાપ્તાની પોલીસને ચકમો આપી મોડી રાત્રે ફરાર થઈ ગયો હતો. હત્યાનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા આ કાચા કામના કેદીને ઝડપી પાડવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે તેમજ પોલીસે હોસ્પિટલ સ્થિત સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ આરંભી છે. તેમજ જાપ્તાની પોલીસ પર પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ભરાતો શુક્રવારનો હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય.

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડી ખાતે વીજ કંપનીના વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓએ પ્રશ્નોના નિવારણની કરી રજૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા એ જનસભા સંબોધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!