અંકલેશ્વરમાં મકરસંક્રાંતિના પર્વે વહેલી સવારે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ધનુર્માસ પૂર્ણ થતા પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પણ મંગળા દર્શન માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.
અંકલેશ્વરમાં શુક્રવારે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે વહેલી પરોઢે અંકલેશ્વરના વિવિધ મંદિરો જેવા કે જલારામ મંદિર, રામકુંડ સ્થિત ક્ષિપ્રાગણેશ મંદિર સહિતના અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મકરસંક્રાંતિ પર્વે ગાયને ઘૂઘરી ખવડાવવાનું અનેરું મહત્વ હોવાથી રામકુંડ ગૌશાળા ખાતે પણ લોકોએ ગાયને ઘૂઘરી ખવડાવી હતી.
જ્યારે કે અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત પૌરાણિક મંદિરમાના એક એવા રાધા વલ્લભ મંદિર ખાતે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ધનુર્માસના મંગલાદર્શન ઉત્સવના અંતિમ દિવસે દર્શનાર્થે વહેલી પરોઢે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ધનુર્માસ પૂર્ણ થતા હવે તમામ શુભ કાર્યો હાથ ધરી શકાશે. રાધાવલ્લભ મંદિરે અંતિમ દિવસે યોજવામાં આવેલ મંગલા દર્શનમાં મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરના મહંત જગદીશલાલજી ગોસ્વામીના સાંનિધ્યમાં લાભ લીધો હતો.