Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નેત્રંગ ખાતે લાલ મંટોડી શાળાના ધાબા પરથી પટકાતા એક આધેડનું મોત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ લાલ મંટોડી શાળાના ધાબા ઉપર ઉતરાયણ પર્વને લઈ પતંગ ચગાવવા ચડેલ એક 42 વર્ષીય આધેડનું ધાબા પર પતંગ ચગાવતી વેળા સંતુલન ગુમાવતા નીચે પટકાઈ જતા તેઓનું ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું હતું.

ગતરોજ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ૪૨ વર્ષયી સુરેશ સંજયભાઈ વસાવા નામના આધેડ પ્રાથમિક શાળાના ધાબા ઉપર હતા તે જ સમયે તેઓએ પતંગ ચગાવવા જતા સંતુલન ગુમાવતા તેઓનું મોત નિપજ્યું હતું, હાલ સમગ્ર મામલે નેત્રંગ પોલીસે મૃતકની લાશનો કબ્જો મેળવી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

મહત્વની બાબત છે કે ઉતરાયણનો પર્વ ભરૂચ જિલ્લાના લોકો માટે ઘાતક સમાન સાબિત થયો છે, પ્રથમ પતંગના દોરાથી ગળા કપાયાની પાંચથી વધુ ઘટનાઓમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો તો બીજી તરફ ધાબા ઉપરથી પટકાયેલ આધેડ એ પોતાનો જીવ ગુમાવ્યો છે.


Share

Related posts

ઉમરપાડાના માંડણપાડા ગામની મહિલા વીરા નદીના ધસમસતા પૂરમાં ડૂબી.

ProudOfGujarat

કરજણ ભીલીસ્થાન લાયન સેના દ્વારા દુષ્કર્મીઓને સજા અપાવવા રેલી યોજી પ્રાંત અધિકારીને અાવેદનપત્ર અપાયું…

ProudOfGujarat

અમદાવાદની બે કિશોરીએ એશિયા રોલર સ્કેટિંગમાં અપાવ્યો ગોલ્ડ-સિલ્વર મેડલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!