Proud of Gujarat
INDIAFeaturedGujarat

સહકારી ક્ષેત્રના આગેવાન સંદીપસિંહ માંગરોલા અને વિજયસિંહ પટેલની સ્ફોટક રજુઆત…

Share

પૂર્વ સહકાર મંત્રી ઈશ્વર પટેલને સહકારી કાયદાની કલમ 76 બી હેઠળ ચેરમેન તરીકે દૂર કરવા રજૂઆત સંદીપ માંગરોલા અને વિજયસિંહ પટેલે કરી હતી.

ગાંધીનગર ખાતે ખાંડ નિયામક બીએમ જોશીને મળી પૂર્વ સહકારમંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલને પદ પરથી દૂર કરવાની માંગણી કરી છે. હાલમાં તેઓ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પંડવાઈના ચેરમેન તરીકે 2002 થી તેમજ ગુજરાત રાજ્ય ખાંડ ઉધોગ સંઘના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ સહકાર મંત્રી હતા ત્યારે સત્તાનો દુરુપયોગ કરી અનેક સહકારી સંસ્થાઓને રાજકીય બદલાની ભાવનાથી તેઓ દ્વારા ખોટા અને મનઘડત કાર્યવાહીઓ કરાવી સહકારી સંસ્થામાં ભાજપનું વર્ચસ્વ ઊભું થાય એ દિશામાં તેઓએ નિર્ણય કરેલા હતા. વિજય રૂપાણી અને તેઓનું આખેઆખું મંત્રીમંડળ બદલાતા તેઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે ત્યારે તત્કાલીન સહકાર મંત્રી તરીકે તેઓ દ્વારા કરાયેલા ખોટા નિર્ણયને કારણે આખી સરકાર બદનામ થઈ છે. દક્ષિણ ગુજરાત માં મુખ્યત્વે શેરડીનો પાક ખેડૂતો કરે છે જેનુ પીલાણ સુગર ફેક્ટરીઓ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓ ને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં વિધાનસભામાં બિલ લાવી મૂકવાનો નિર્ણય તત્કાલીન સહકાર મંત્રી દ્વારા પોતાના ફાયદા માટે કરવામાં આવેલો હતો. જેનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરી વિધાનસભા માં વોક આઉટ કરવામાં આવ્યો હતો. જેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગેરબંધારણીય ગણીને નામદાર ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે રદ કરતાં સહકારી ક્ષેત્રમાં પોતાના પદનો દુરુપયોગ કરી વટ જમાવવા ગયેલા ઈશ્વર પટેલ ને ધોબી પછડાટ મળી હતી. તેઓના વલણને કારણે તત્કાલીન વિજય રૂપાણી ની સરકાર ઉપર સહકારી ક્ષેત્ર તોડવા ની ચર્ચાએ જોર પકડયું હતું. આજે જ્યારે ઈશ્વરસિંહ પટેલ માત્ર અંકલેશ્વર-હાંસોટ ના ધારાસભ્ય છે અને પંડવાઈ સુગરના ચેરમેન તરીકે ગત વર્ષે પંડવાઈ સુગર ની  ચુંટણી પેટા કાયદા અને સહકારી કાયદા થી વિપરીત કરાવી બિન હરીફ સત્તારૂઢ થયા હતા. પ્રાથમિક મંડળી તરીકે પંડવાઈ સુગરના ચૂંટણી ના નિયમો પેટા કાયદાની જોગવાઇ મુજબ ખાંડ નિયામક શ્રી પાસે મંજૂર કરાવી સાધારણ સભામાં એની બહાલી લેવાની થતી હોવા છતાં પોતાના પદના દુરુપયોગ દ્વારા સહકારી અધિકારીઓ ઉપર દબાણ બનાવી જે તે સમયે આ અંગેની આવેલી રજૂઆતો સંદર્ભે ઢાંકપિછોડો  કરવામાં આવી હતી. જેને લઇને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા અને હાલમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા તેઓના મોટાભાઈ વિજયસિંહ પટેલ દ્વારા પંડવાઈ સુગરના ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલને સહકારી કાયદાની કલમ ૭૬ હેઠળ પદ ઉપરથી દૂર કરી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવા તેઓએ ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરી છે આ બાબતે ખાંડ નિયામકને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત બંને આગેવાનો દ્વારા કરાઈ છે.

Advertisement

Share

Related posts

સાયન્સ સિટીમાં હ્યુમન એન્‍ડ બાયોલોજીકલ સાયન્સ અને એવીએશન એન્ડ ડિફેન્‍સ ગેલેરી ઉભી કરાશે

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રતિન ચોકડી થી વાલિયા ચોકડી સુધી ના વિસ્તાર માં ચાલતી વેશ્યાવૃત્તિ અને તે ને રોકવા થયેલ ઉચ્ચ સ્તરીય રજુઆત

ProudOfGujarat

સુરતમાં ટ્રેનમાં ઉતાવળે ચડવા જતાં યુવક ફસાયો, આરપીએફના જવાને જીવ બચાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!