છોટાઉદેપુર જિલ્લામાં મકરસંક્રાતિના તહેવારને અનુલક્ષીને જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને ચાઈનીઝ દોરી તથા તુકકલના ( સ્કાય લેન્ટ ) અનઅધિકૃત વેંચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે મકરસંક્રાતિના તહેવાર દરમિયાન લોકો દ્વારા પતંગ ચગાવવા માટે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવામાં આવતો હોઇ તેનાથી આકાશમાં ઉડતા પક્ષીઓ તેમજ બાઇક ચાલકોને ઇજાઓ થવાના બનાવ બનતા હોય છે, તેથી જાહેર જનતાના હિતાર્થે છોટાઉદેપુર જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના તમામ વિસ્તારમાં આ પ્રકારના બનાવટના ચાઈનીઝ તુકકલથી પક્ષીઓ તથા માણસોને કોઈપણ પ્રકારની ઈજા ન થાય તથા તેઓની સલામતી જળવાય અને કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે જાહેર વ્યવસ્થાના હેતુસર ચાઈનીઝ તુકકલ (સ્કાય લેટન્ટર્ન ) તેમજ ચાઈનીઝ / સિન્થેટીક માંઝા / નાયલોન / સિન્થેટીક પદાર્થ / ચાઈનીઝ / માંઝા / પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન – બાયોડીગ્રેબલ હોય તેવી દોરીના અનઅધિકૃત વેચાણ / ઉપયોગ કરવા પર આ જાહેનામાથી પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા .૮ / ૧ / ૨૦૨૨ થી ૩૧/૧/૨૦૨૨ સુધી આ બાબતે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જાહેરનામામાં વધુમાં જણાવાયા મુજબ આ જાહેનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર