અંકલેશ્વરમાં ઉતરાયણ પર્વની સુરક્ષાને અનુલક્ષીને જાહેર જનતાને શ્રી વિંધેશ્વરી પેટ્રોલિયમ દ્વારા બાઇક ચાલકોને ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અનુરાગ પાંડેએ કહ્યુ કે દર વર્ષે સમગ્ર રાજ્યમાં હજારો લોકો પતંગના દોરાના કારણે ઇજાગ્રસ્ત થાય છે એને કેટલાક લોકોનું ગળું કપાઈ જવાના કારણે મોત પણ થઈ જાય છે, એના અનુસંધાનમાં આ એક પ્રયત્ન છે, અને લોકોને અપીલ કરી કે ઉતરાયણના દિવસે જેટલું બને એટલું ટુ વ્હીલરનો ઉપયોગ નહીં કરવું અને કોરોનાના નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું અપીલ કરી.
આ કાર્યક્રમ દરમિયાન ભારતીય રેલ કમિટીના સદસ્ય અને સામાજિક આગેવાન અનુરાગ પાંડે, પંપના માલિક સુમિત પાંડે, પોલીટેક કોટિંગ્સના ચેરમેન સંતોષ પ્રધાન ઉપસ્થિત રહયા હતા.
Advertisement