Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ઉત્તરાયણ પર્વે 108 ના સ્ટાફની રજાઓ મોકૂફ રાખી શહેરીજનોની સેવા માટે નર્સિંગ સ્ટાફ તૈયાર કરાયો.

Share

પતંગ ચગાવવાની મજા માણતી વખતે અસાવધાની રાખવાથી દોરીથી થતી ઈજાઓ અને પડવા વાગવાની ઈજાઓ થાય છે અને ઉત્તરાયણ લોહિયાળ અને ક્યારેક જીવલેણ બને છે. તેમાં રસ્તે ચાલતા જતાં રાહદારીઓ અને વાહન ચાલકોના ગળા અને શરીરના અન્ય ભાગમાં ધારદાર દોરી ઘસાવાથી થતી ઈજાઓ તેના પ્રમાણમાં વધારો કરે છે. તેને અનુલક્ષીને વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત ૧૦૮ જીવન રક્ષક સેવાની તમામ ૪૨ દર્દીવાહિનીઓ અને તેના સ્ટાફને ખડેપગે રાખવામાં આવ્યો છે.

વડોદરા ૧૦૮ સેવાના મેનેજર નિલેશ ભરપોડા એ જણાવ્યું કે અમારા જીવન રક્ષક વાહનોમાં ઈજાગ્રસ્તોના શરીરમાંથી વહેતું લોહી અટકાવવા અને ઈજાને વકરતી રોકવા માટે જરૂરી પાટાપિંડીની સાધન સામગ્રી ઉપલબ્ધ જ હોય છે અને સ્ટાફ પણ તેની તાલીમ પામેલો હોય છે. જોકે ઉત્તરાયણ એવો તહેવાર છે કે જેમાં પડવા વાગવાથી અને ધારદાર દોરીથી શરીરના અંગો કપાઈ જવાથી થતી ઇજાઓનું પ્રમાણ સામાન્ય દિવસો કરતાં સારું એવું વધી જાય છે તેને અનુલક્ષીને પ્રત્યેક વાહનમાં સ્વચ્છ રૂ ના ગાભા સહિત ડ્રેસિંગ મટીરીયલ અને આઇવી ફ્લુડ ઇત્યાદિનો સારો એવો વધારાનો જથ્થો રાખવામાં આવ્યો છે.

Advertisement

આ પર્વમાં કોલનું પ્રમાણ વધવું એ સામાન્ય બાબત છે એટલે તમામ વાહનોને સેવા માટે રાત દિવસ તૈયાર રાખવા સ્ટાફની રજાઓ હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. કોવીડના કેસોમાં વધારાને અનુલક્ષીને આ તકેદારી લેવામાં આવી જ હતી. જોકે હાલમાં કોવીડ કોલ જવલ્લે જ આવે છે કારણ કે પોઝિટિવ દર્દીઓને દવાખાનામાં દાખલ થવાની જરૂર પડે એવી સ્થિતિ ઓછી જોવા મળે છે. દરેક વાહનમાં સર્વાઇકલ બેલ્ટ રાખવામાં આવ્યા છે. મોટી જિલ્લા હોસ્પિટલમાં પણ જે ક્યારેક જ ઉપલબ્ધ હોય છે તેવા અને ગરદનની ઇજાઓમાં ખૂબ ઉપયોગી સર્વાઇકલ બેલ્ટ તમામ ૪૨ વાહનોમાં રાખવામાં આવ્યા છે. દોરીથી ગળું કપાઈ જાય ત્યારે વહેતા લોહીનું પ્રમાણ વધે નહી અને ઇજા વકરે નહીં તે માટે ઈજાગ્રસ્તની ગરદન સ્થિર રાખવી જરૂરી છે અને આ બેલ્ટ તેમાં કામ આવે છે એટલે આ ખૂબ અગત્યના જીવન રક્ષક સાધન થી પણ વાહનો સજ્જ છે.

ધારદાર દોરીથી હાથની આંગળીઓ કે શરીરના અન્ય ભાગો અને ગરદનને ઇજા થાય ત્યારે તાત્કાલિક તો સ્વચ્છ કપડાંથી પાટો બાંધી વહેતું લોહી અટકાવવાનો પ્રયત્ન કરવાની સાથે વાહનની સુવિધા હોય તો ઈજાગ્રસ્તને નજીકના દવાખાને લઈ જવો જોઈએ અને જરૂર જણાય તો ૧૦૮ ને તુરત કોલ કરવો જોઈએ. ઉત્તરાયણ આનંદનું પર્વ છે.ખાસ કરીને બાળકોને ઘેલા કરતો તહેવાર છે. ત્યારે પતંગ ઉડાડતા બાળકોને ઈજાથી કે પડવાથી બચાવવા માટે સચેત અને સાવચેત રહેવું જોઈએ. નજીકમાંથી વીજ પ્રવાહ પસાર થતો હોય તો તેનાથી દુર રહેવા/ રાખવાની તકેદારી રાખવી જોઈએ. સલામત ઉત્તરાયણ વધુ આનંદ આપનારી બની રહે છે.


Share

Related posts

વડોદરામાં ડમ્પરનું ટાયર ફાટવાના અવાજથી મોપેડનો કાબૂ ગુમાવતાં બે યુવતી ડિવાઈડરમાં અથડાઈ, એકનું મોત

ProudOfGujarat

ગોધરા નગરપાલિકાના પ.વ.ડી વિભાગમાં કામ કરતી ૩૫ મહિલા કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન મળતા તેઓની વ્હારે આમ આદમી પાર્ટી આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એ પાંચ વિધાનસભા બેઠકો ઉપર યોજાનાર ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!