વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કહોણા ગામમાં આવેલા આશ્રમ રોડની સાઈડમાં પાર્ક કરેલી મહિન્દ્રા થાર ગાડીને આગ લગાડી નુકસાન પહોંચાડવા બાબતે ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરજણ દફતરે નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હિતેશ ભાઈ વિરમભાઇ કરંગીયા નાઓની મહિન્દ્રા થાર ગાડીને આરોપી મહેશ ઉર્ફે મહીજી રમણભાઈ પટેલ તથા મુકેશભાઈ રમણભાઈ પટેલ બન્ને રહે. ફતેપુરા તા. કરજણ તેમજ એક અજાણ્યા માણસ નાઓએ ગત તારીખ ૧૨ મી જાન્યુઆરીના રાત્રીના ૮.૩૦ વાગ્યાના સુમારે કહોણા ગામે આશ્રમની સામે રોડ ની સાઇડમાં મુકેલ ફરીયાદી અજય મુકેશ ડાંગર (આહીર) ના મિત્ર હિતેશભાઈ વિરમભાઈ કરંગીયા નાઓની માલીકીની ચેરી કલરની મહિન્દ્રા થાર ગાડી નં. GJ – 06 – FQ – 2315 ને કોઇ કારણોસર આગ લગાડી આશરે સાડા પાંચેક લાખનુ નુકશાન કર્યું હતું. જે સંદર્ભે અજય મુકેશભાઈ ડાંગર હાલ રહે. દેરોલી તા. કરજણ જિ. વડોદરા મુળ રહે. રાજકોટ નાઓએ ઉપરોક્ત ત્રણ ઇસમો વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
યાકુબ પટેલ, કરજણ