સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણના પર્વની થીમ પર લેસર શો નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ લેસર શોમાંપંતગો અને વિવિધ રંગોની લાઈટ્સનો ઉપયોગ થતાં પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના પ્રવાસીઓ માટે રાત્રીનો નજારો માણવા માટે લેશર શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.ખાસ તો સ્ટેચ્યુની પ્રતિમા પર સરદાર પટેલના ઇતિહાસનું ફિલમાંકન દર્શાવવામાં આવતું હતું. ત્યાર બાદ પ્રવાસીઓને આકર્ષવા તેમાં નવા પ્રયોગો કરવામાં આવ્યા. જેમાં નવા વર્ષે હેપ્પી ન્યૂ ઈયર લખીને પ્રવાસીઓને નૂતન વર્ષે સ્વાગત કર્યું હવે તહેવારોને અનુરૂપ થીમ આધારિત લેસર શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમા સ્ટેચ્યુ સત્તાવાળાઓએ ઉતરાણ પર્વે ઉત્તરાયણના પર્વની થીમ પર લેસર શોનું આયોજનકર્યું હતું. જેમાં લેસર શોમાં પંતગો અને વિવિધ રંગોની લાઈટનો ઉપયોગ થતાં પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.
હમણાં નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણના પર્વની થીમ પરલેસર શોનું આયોજન કરવામાં આવ્યું.છે. જેમાં રંગારંગ લેસર શોના અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. ઉત્તરાયણની થીમ પરના લેસર શોને જોઈને પ્રવાસીઓ પણ ખુશ થઈ ગયા હતા. લેસર શોમાં પંતગો અને વિવિધ રંગોની લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા