ઝઘડીયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ વિવિધ ગામોએ ચુંટણીની અદાવતે ઘર્ષણ થવાની ઘટનાઓ બનતી હોવાની વિગતો સામે આવી છે. આ પરંપરાને યથાવત રાખતી ઘટના તાલુકાના ઢુંઢા ગામ નજીક બનવા પામી છે. તાલુકાના સરકારી ફિચવાડા ગામે રહેતા કનુભાઇ ધનજીભાઇ વસાવાએ ઉમલ્લા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગત તા.૯ મીના રોજ કનુભાઇ તેમના મિત્રો સાથે ફોરવ્હિલ ગાડીમાં બેસીને ઉમલ્લા નજીકના મૈત્રીનગર ખાતે ભેંસો જોવા માટે જવા નીકળ્યા હતા. દરમિયાન સવારના નવેક વાગ્યાના અરસામાં તે લોકો ઢુંઢા ગામના રોડ પર જયેન્દ્રભાઇ સુખદેવભાઇ વસાવાના ઘર નજીકથી પસાર થતા હતા ત્યારે તેમની ગાડીની આગળ ફિચવાડા ગામના હરેન્દ્રસિંહ દોલતસિંહ કાછેલા તેમની મોટરસાયકલ પર આવ્યા હતા અને કનકસિંહ સંજાણસિંહ કાછેલાએ કહેલ કે આગળ માણસોનું ટોળુ ઉભુ છે તમે જશો નહિ. તે સમયે કનકસિંહની ફોરવ્હિલ ગાડી આગળ અર્જુનભાઇ કાંતિભાઇ વસાવા રહે.ગામ જીતપરાનાએ તેની મોટરસાયકલ રોડ પર આડી ઉભી રાખી દઇને રોડ પર અવરોધ ઉભો કર્યો હતો અને રોડ પર ઉભો રહી ગયો હતો. એટલામાં ઢુંઢા ગામના મહેન્દ્રભાઇ વસાવા હાથમાં ધારીયું લઇને તથા રવિન્દ્રભાઇ વસાવા હાથમાં લોખંડની પાઇપ લઇને દોડી આવ્યા હતા. અને હરેન્દ્રસિંહ કાછેલાને માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ ઢુંઢા ગામનો જયેન્દ્રભાઇ વસાવા તથા વિનોદભાઇ વસાવા હાથમાં લાકડીઓ લઇને તેમજ નરસિંહ રતિલાલ પરમાર હાથમાં લોખંડની પાઇપ લઇને દોડી આવ્યા હતા અને કનકસિંહ કાછેલાની ફોરવ્હિલ ગાડી પર હાથમાંના હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ફોરવ્હિલમાં બેઠેલા પુષ્પરાજસિંહ કાછેલાને ગાડીની બારીમાંથી પાઇપના ગોદા માર્યા હતા. ઉપરાંત છુટા હાથે મુક્કા માર્યા હતા. તેમજ ફરિયાદી જેમાં બેસેલ હતા તે ગાડી પર પણ હથિયારો વડે હુમલો કર્યો હતો. અને ફરિયાદીની સાથેના જેસિંગભાઇ મેલસિંગભાઇને પણ ધારિયું બતાવીને ધમકી આપીને માર માર્યો હતો. ઉપરાંત ફરિયાદીને પણ લાકડીના સપાટા માર્યા હતા. ઉપરાંત આ લોકોએ ભેગા મળીને માબેન સમાણી ગાળો પણ દીધી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત કનુભાઇએ ઉમલ્લા સરકારી દવાખાને સારવાર લીધી હતી. ઝઘડીયા તાલુકામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયતની યોજાઇ ગયેલ ચુંટણી બાબતની અદાવત રાખીને આ હુમલો કરાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. ત્યારબાદ ઝઘડાનું સમાધાન કરવાની વાત આવી હતી, પરંતું સમાધાન નહિ થતાં કનુભાઇ ધનજીભાઇ વસાવા રહે.ગામ સરકારી ફિચવાડા તા.ઝઘડીયાનાએ અર્જુનભાઇ કાંતિભાઇ વસાવા રહે.ગામ જીતપરા ફિચવાડા, મહેન્દ્રભાઇ મનુભાઈ વસાવા રહે.ગામ ઢુંઢા તા.ઝઘડીયા, રવિન્દ્રભાઇ મનુભાઈ વસાવા રહે.ઢુંઢા, જયેન્દ્રભાઇ સુખદેવ વસાવા રહે.ઢુંઢા, વિનોદભાઇ ચતુરભાઇ વસાવા રહે. ઢુંઢા તેમજ નરસિંહ રતિલાલ પરમાર રહે. ફિચવાડા તા.ઝઘડીયા જિ.ભરુચના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ