ભરૂચ પંથકમાંથી વધુ પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો. આ અંગે વિગતે જોતા ભરૂચ પીરકાંઠી રોડ ખાતે પોતાની દુકાનમા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા ઇસમ વેપારીને ભરૂચ શહેર “ બી ” ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન “ સ્કાય લેન્ડસસ ” ચાઈનીઝ તુક્કલ તેમજ સીન્થેટીક મટીરીયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ, પક્ષી તેમજ પર્યાવરણને નુકસાન થતુ હોય, જે બાબતે આવા નુકસાનકારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામા આવેલ છે. જે પ્રતિબંધનુ ઉલંગન કરનારાઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરાવા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી મળેલ સુચના અને માર્ગ દર્શન આધારે પોલીસ ઇન્સપેક્ટર એ.બી.ચૌધરી ભરૂચ શહરે ” બી ” ડીવીઝન પો.સ્ટે. તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ભરૂચ પીરકાંઠી રોડ ક્રીષ્ણા બ્યુટીપાર્લરની સામે મુસ્તુફા મટીરીયલ નામની દુકાનમાં એજાજ મોહમંદ મોહંમદ્દીન શેખ ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનુ વેચાણ કરે છે જે બાતમી આધારે રેડ કરતા દુકાનમાથી પ્લાસ્ટીકના થેલામાંથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના ફીરકા નંગ – ૧૧ કી રૂ.૩૩૦૦ /- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આરોપી એજાજ મોહમંદ મોહંમદીન શેખ હાલ રહે, ખુશ્બૂ પાર્ક, ડુંગળીશેરપુરા રોડ મુળ રહે, વેજલપુર પારસીવાડ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસના પો.ઇન્સ એ.બી.ચૌધરી તથા તેમના સ્ટાફે કામગીરી કરી હતી.
ભરૂચનાં પીરકાંઠી ખાતે દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઇ.
Advertisement