Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરાઈ.

Share

બીજો ડોઝ લીધાને ૯ માસ પુરા કરેલ હોય તેવા હેલ્થકેર, ફ્રન્ટલાઇન વર્કર તથા ૬૦ થી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જેઓને અન્ય ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા.

ભરૂચ જિલ્લામાં આજે તા 10/1/22 ના રોજથી પ્રિકોશન કોરોના રસીના ડોઝ આપવા અંગેની આરોગ્ય તંત્ર દ્વારા શરૂઆત કરવામાં . પ્રિકોશન ડોઝ લેવા અંગે પણ લોકોએ ઉત્સુકતા દર્શાવતા કોરોના રસીકરણ કેન્દ્ર પર સિનિયર સીટીઝનો મોટી સંખ્યામાં જણાતા હતાં.

Advertisement

ભરૂચ જિલ્લામાં આજરોજ તા.૧૦/૧/૨૦૨૨ને સોમવારથી હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ્લાઇન વર્કર તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યાક્તિઓની કે જેઓ અન્ય ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 25,000 પ્રિકોશન ડોઝના લાભાર્થીઓ, 15-18 વર્ષની ઉંમરના 12015 લાભાર્થીઓ, તથા 18 થી વધુ ઉંમરના બીજા ડોઝના બાકી લાભાર્થી 22050 નું રસીકરણ નિયત થયેલ 225 વેકસીન સેન્ટર પરથી આપવાનું આયોજન કરેલ છે. આ રસી લેવાથી કોરોના સંક્રમણ અટકાવવામાં મદદરૂપ થશે.

જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ જણાવ્યું હતું કે જે વ્યક્તિઓએ કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ લીધો હોય અને ૯ માસ પૂર્ણ થયા હોય કાયમી ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય વ્યક્તિઓ જ પ્રિકોશન ડોઝ લેવાને પાત્ર રહેશે. જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા વ્યક્તિઓને કોવિડ-૧૯ રસીક૨ણથી સુરક્ષિત કરી, કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા કોવિડ ૧૯ ૨સીકરણનો પ્રીકોશન ડોઝ લેવા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે મધ્યાહ્ન ભોજનના વાસણો ચોરનાર ઝડપાયો.

ProudOfGujarat

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કોરોનાની મહામારીમાં પ્રશંસાપાત્ર કામગીરી કરનારા 9 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મીરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઈન્ડેક્સ ફંડની રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!