Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પ્રાથમિક શાળા નંદેલાવ ખાતે સ્માર્ટ ટી.વી. એનાયત કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ શહેરમાં આવેલી નંદેલાવ, ભોલાવ, દાંડીયાબજાર અને મકતમપુર એમ ચાર શાળાઓમાં જ્યુબીલન્ટ ફાઉન્ડેશન વિલાયત સ્માર્ટ ટી.વી. આપવામાં આવ્યા હતા. આ સ્માર્ટ ટી.વી. એનાયતનો કાર્યક્ર્મ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક શાળા નંદેલાવ ખાતે યોજાયો હતો. આ વેળાએ નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલે કંપનીના આ કાર્યને બિરદાવ્યું હતું. તેમણે સ્માર્ટ ટી.વી. વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં ઘણું મદદરૂપ થશે. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શુભેચ્છાઓ પાઠવી ઉપયોગી માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કંપની અધિકારીગણ, શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલને દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી.

ProudOfGujarat

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે લોકદરબાર યોજાયો.

ProudOfGujarat

ઝધડિયા જીઆઈડીસીની એક કંપનીમાંથી મોટર, વાલ્વ તથા આઇબીમ ચેનલની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!