Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં કોરોના રસીના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત.

Share

ઝઘડીયા તાલુકામાં કોરોના રસીના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઝઘડીયા સહિત આસપાસના વિસ્તારના કોરોના વોરીયર્સ તેમજ આરોગ્ય કર્મચારીઓએ પોતાનો ઉત્સાહ બતાવી તંત્રને સહયોગ આપ્યો હતો.

દેશભરમાં ખૂબ જ તેજીથી વધી રહેલા કોરોના વાયરસના કેસોને નિયંત્રણમા લેવા માટે રસી જ એકમાત્ર ઉપાય છે. જેને જોતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે, ૧૫ થી ૧૮ વર્ષ વચ્ચેના કિશોરોને કોરોના રસી આપવામાં આવશે, જે મુજબ શાળાઓમાં તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે તરુણોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે, હવે કોરોના સંક્રમણ વધતાં સરકાર દ્વારા પ્રિકોશન ડોઝ એટલે કે, બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ઝઘડીયા તાલુકાના રાજપારડી, ઉમલ્લા, ઝઘડીયા સહિત આસપાસના આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. બુસ્ટર ડોઝ લેવા અંગે કોરોના વોરીયર્સ તેમજ આરોગ્ય કર્મચારીઓએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ-અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર બે ફોરવ્હીલ અથડાતા અકસ્માત સર્જાયો : 4 ને પહોંચી ગંભીર ઇજા.

ProudOfGujarat

જંબુસર આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે ત્રિદિવસીય કેસ તાલીમનો પ્રારંભ

ProudOfGujarat

અમદાવાદમાં ટ્રકમાં ગાંજાની હેરાફેરી કરતાં બે આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!