ભરૂચમાં શક્તિનાથ સર્કલ ખાતેથી જલારામ સીઝનલ સ્ટોલમાંથી પોલીસે બે હજારથી વધુની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં શખ્સને પકડી પાડયો છે.
આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરમાં ચાઇનીઝ તુક્કલ તથા સિન્થેટીક મટિરિયલ, ટોકસીન મટિરિયલ, પ્લાસ્ટિક મટીરિયલથી તૈયાર કરેલ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય તેમ છતાં ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતે જલારામ સીઝનલ સ્ટોલમાં આ પ્રકારની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરાતું હોય આથી “એ ડિવિઝન” પોલીસ પેટ્રોલીંગમાં હોય તે સમયે બાતમીના આધારે જલારામ સીઝનલ સ્ટોલમાં તલાશી લેતા પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકા નંગ – 11, અંદાજીત કિં.રૂ.250/- કુલ રૂ.2750/- સાથે દુકાન માલિક રૂપેશ રાજુભાઇ કાયસ્થ ઉ.વ.34, ધંધો-વેપારી, રહે. બી-63,સ્વતિક સોસાયટી, જે.બી.મોદી પાર્ક સામે, ભરૂચનાને પોલીસે રંગેહાથ પ્રતિબંધિત દોરાનું વેચાણ કરતાં ઝડપી પાડયો છે.