નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ખાતે ડેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામા મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આના સાથે 4 માંગ કરવામાં આવી !
(૧) કોવીડ -૧૯ થી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર
(ર) કોવીડગ્રસ્ત તમામ દર્દીઓનાં તમામ મેડીકલ બિલ્સની રકમની ચુકવણી
(3) સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ
(૪) કોવીડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાનો છે. સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ર૦૦૫ મુજબ રૂપિયા ચુકવવા પૈસા નથી પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી, એરોપ્લેન, હેલીકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે. ગુજરાત
કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈને કોરોના મૃતક પરિવારજનોને મળ્યા છે. કોરોના મૃતક પરિવારજનો વતી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકાર તરફથી ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી. જેમાં ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય અમરસીંગ વસાવા, ડેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વનરાજભાઈ વસાવા, માલજીભાઈ, ઈશ્વરભાઈ, અંજનાબેન તાલુકા પંચાયત સભ્ય નિઘટ, ઇન્દુબેન તાલુકા પંચાયત સભ્ય વાઢવા સરપંચો તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
તાહિર મેમણ : ડેડીયાપાડા