Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ICICI ફાઉન્ડેશનદ્વારા પશુપાલન વિકાસ ક્ષેત્રે જિલ્લામાં અંદાજે રૂા.૫૦ લાખનો પ્રોજેક્ટ મંજૂર.

Share

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે સમગ્ર વિશ્વના પ્રવાસન નક્શામાં અંકિત થયેલા અને બહુધા આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યના છેવાડાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટે જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પ્રજાકીય જનસુખાકારીની સાથે આર્થિક ઉત્કર્ષ થાય તે દિશામાં થઇ રહેલા અથાક પ્રયાસોના ભાગરૂપે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત જિલ્લામાં પશુપાલન વ્યવસાય ક્ષેત્રે હાલમાં બકરા પાલનના મહત્વને કેન્દ્રમાં રાખીને પશુપાલકોને વધુ આર્થિક ઉર્પાજન મળી રહે તે માટે CSR પ્રોજેક્ટ અંતર્ગત ICICI ફાઉન્ડેશન ધ્વારા જિલ્લામાં પશુપાલન વિકાસ ક્ષેત્રે અંદાજે રૂા.૫૦ લાખના પ્રોજેક્ટને મંજૂરી મળતાં, CSR એક્ટીવીટી અંતર્ગત જિલ્લામાં થઇ રહેલી કામગીરીની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે.

નર્મદા જિલ્લા પ્રસાશન તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે, નાયબ પશુપાલન નિયામક જે.આર.દવે, મિશન મંગલમના અધિકારીઓ અને ICICI ફાઉન્ડેશનના અધિકારીઓ સાથે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના દેડીયાપાડા ખાતે અને ગરૂડેશ્વર ખાતે અંદાજે રૂ.૨૦ લાખના ખર્ચે બે વેટરનરી એમ્બ્યુલન્સ ICICI ફાઉન્ડેશન તરફથી મંજૂર કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સની સેવાઓને લીધે હવે આ તાલુકાઓના અંતરિયાળ ગામોમાં પશુપાલન શાખા દ્વારા ગાય, ભેંસ તથા બકરામાં રસીકરણ, કૃત્રિમ બિજદાન, કૃમિનાશક કેમ્પ, પશુ આરોગ્ય મેળા વગેરેનું આયોજન સરળ બનશે અને તેના પરિણામે એસ્પિરેશનલ જિલ્લાના રસીકરણ અને કૃત્રિમ બિજદાનના ઇન્ડીકેટર લક્ષ્યાંકમાં પણ ઘણો ફાયદો થશે.

Advertisement

તદઉપરાંત, રૂા.૩૦ લાખના ખર્ચે બકરા પાલન, વર્મી કપોસ્ટ, કિચન ગાર્ડન અને પશુપાલન માટેની જરૂરી તાલીમ સહિતની અન્ય આનુંસગિક પ્રવૃત્તિઓ માટેની જોગવાઇનો પણ સમાવેશ કરાયો છે. ICICI ફાઉન્ડેશન અને મિશન મંગલમ્ ધ્વારા જિલ્લામાં ગરૂડેશ્વર અને દેડીયાપાડા ખાતે બકરા પાલન કરતાં ૨૬૫ બકરા પાલકોને બકરા પાલન અંગે પ્રારંભિક તબક્કે અત્યાર સુધીમાં ગ્રામ્યકક્ષાએ જરૂરી તાલીમ પુરી પડાઇ છે અને સમગ્ર વર્ષ દરમિયાન બન્ને તાલુકાઓમાં બકરા પાલન કરતી ૧૫૦૦ જેટલી મહિલાઓને ઉક્ત તાલીમ હેઠળ આવરી લેવાનું સુચારૂં આયોજન પણ ઘડી કઢાયું છે. બકરા પાલન કરતી મહિલાઓમાંથી ૧૯ જેટલી મહિલાઓને પશુ સખી તરીકેની નિમણૂંક કરાયેલ છે, જેઓને ગત ડિસેમ્બરના અંતમાં દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચાર દિવસીય બકરા પાલનની તાલીમ આપવામાં આવી છે.

જિલ્લાની આ પશુ સખી મહિલાઓને બકરા પાલન અંગે બકરાની માવજત, સાર-સંભાળ, રસીકરણ, કૃમિ નાશક દવાઓ આપવી, બકરા પાલન માટે ઓછા ખર્ચે રહેઠાણ બનાવવા, બકરા પાલન દ્વારા લોકો આર્થિક પગભર થાય તે માટે બકરા વેચાણની વ્યવસ્થા ગોઠવવા માટે ગ્રામ્ય કક્ષાએ મિશન મંગલમ સખી મંડળોને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત કિચન ગાર્ડન કિટ વર્મી કપોસ્ટ, અઝોલા પીટ જેવી પ્રવૃત્તિ પણ તેમના દ્વારા કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં ઉક્ત પ્રોજેક્ટના અમલ અને સંચાલન સંદર્ભે નાયબ પશુપાલન નિયામક ડૉ.જે.આર.દવે ICICI ફાઉન્ડેશનના ધિરજભાઇ ચૌધરી સહિતના સંબંધિતો સાથે જરૂરી પરામર્શ અને સંકલનની જવાબદારી નિભાવી રહ્યાં છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

કેવી રીતે થયો ભરૂચ ઝધડીયા GIDC માં બ્લાસ્ટ ? ઔદ્યોગિક એકમોમાં બ્લાસ્ટમાં કેમ થાય છે કામદારોનાં મૃત્યુ ? …જાણો વધુ.

ProudOfGujarat

પાનોલી જી.આઇ.ડી.સીમાં આવેલ આર.એસ.પી.એલ કંપનીની બહાર ટ્રકમાં મોડી રાત્રીના આગ લાગતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના કુંડ કેવડી ગામના આદિવાસી યુવાનો દ્વારા નવરાત્રીની અનોખી ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!