ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે સહકારી મંડળી ધી રાણીપુરા ગ્રુપ કો-ઓપરેટીવ સોસાયટી પાછલા 63 વર્ષોથી કાર્યરત છે.સોસાયટી દ્વારા ખેડૂતોને પાક ધીરાણ અને જંતુનાશક દવાઓ તેમજ સિઝનેબલ જીવન જરૂરિયાતની વસ્તુઓ સોસાયટીના કાર્યક્ષેત્રમાં આવતા ગામના લોકો તથા સોસાયટીના સભાસદોને બજારભાવ કરતા ઓછા દરે આપવામાં આવતી હોય છે. શ્રી જગન્નાથ મહાદેવ મંદિરના સંકુલમાં સોસાયટીના નવા બનાવેલ કાર્યાલયનું ઉદઘાટન રાખવામાં આવ્યું હતું. રાણીપુરા ગ્રામ પંચાયતના નવનિયુક્ત મહિલા સરપંચ મીતાબેન વસાવાના હસ્તે સોસાયટીના નવા કાર્યાલયને વિધિવત ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ જયશીલ પટેલ, ઉપ પ્રમુખ મનીષભાઈ પટેલ, માનદ સેક્રેટરી જયેન્દ્રભાઈ પટેલ, માજી પ્રમુખ મનુભાઈ પટેલ, વ્યવસ્થાપક કમિટીના સભ્યો તથા રાણીપુરા ગ્રામ પંચાયતના સભ્યો, સોસાયટીના કમિટી સદસ્યો તેમજ ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીના ઉદઘાટન કાર્યક્રમ બાદ સોસાયટીની વ્યવસ્થાપક કમિટીના એજન્ડા મુજબ મંડળીની બેઠક મળી હતી. પ્રમુખ જયશીલભાઇ પટેલે મંડળીની ઉતરોત્તર પ્રગતિની માહિતી આપી હતી. વ્યવસ્થાપક કમિટીની મિટિંગમાં એજન્ડાના કામોને બહાલ રાખી આગામી દિવસોમાં સોસાયટી દ્વારા નવા આયોજન મુજબ થનારા કામોની વિસ્તૃતમાં સમીક્ષા કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ
ઝઘડીયાના રાણીપુરા ગામે સહકારી મંડળીના નવા બનેલ કાર્યાલયનો શુભારંભ કરાયો.
Advertisement