વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે અને 14 ધન્વંતરી રથની સંખ્યા 34 કરવામાં આવ્યામાં આવી છે જે ધન્વંતરી રથ લોકોના ઘરે ઘરે જઈ સ્કેનિગ કરી રહ્યા છે. ધન્વંતરી રથમાં વધારો કરી રોજના 5000 લોકોનું સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે.
પાલિકા દ્ધારા હોમ આઈસોલેશનમાં રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને ઘરે જઈને સારવાર આપી સારસંભાળ લેવા 68 જેટલી સંજીવની ટીમો કાર્યરત કરાઈ છે જે પોઝિટિવ દર્દીઓની મુલાકાત લીધા પછી ભૂતકાળની પરંપરા મુજબ રોજબરોજ ત્યાર બાદ ટેલિફોનિક સલાહ – સૂચનો આપશે એટલું જ નહીં, તાકીદે જરૂર ઊભા થશે તો તેવા કિસ્સામાં જરૂર પડયે વખતોવખત રૂબરૂ મુલાકાત લઈ સારસંભાળ પણ લેશે.
Advertisement