Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના કનવાડા ગામે ફાર્મ હાઉસમાં ઈલેકટ્રીક મોટરની ચોરી કરનાર ઇસમ ઝડપાયો.

Share

માંગરોળ તાલુકાના કનવાડા ગામે ફાર્મ હાઉસમાં ઈલેકટ્રીક મોટરની ચોરી કરનારા એક ઇસમને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.

કનવાડા ગામે ઓલપાડ તાલુકાના કન્યાસી ગામના સંજયભાઈ રામુભાઈ પટેલ પોતાની માલિકીનું ફાર્મ હાઉસ ધરાવે છે 15 દિવસ પહેલા તેઓ કનવાડા ફાર્મ હાઉસમાં ફૂલ છોડને પાણી પાવા માટે ઇલેક્ટ્રિક મોટર લાવ્યા હતા અને આ ઇલેક્ટ્રિક મોટર તેમણે ફાર્મ હાઉસમાં મૂકી હતી ત્યારબાદ ફાર્મ હાઉસની બારીનો કાચ તોડી કોઈ ઇસમે પ્રવેશ કરી રસોડામાં સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને મોટરની ચોરી કરી ગયો હતો બીજા દિવસે ફાર્મ હાઉસના માલિક સંજયભાઈ પટેલને મોટરની ચોરી થઇ હોવાનું જણાયું હતું જેથી તેમણે આસપાસ વિસ્તારમાં ચોરી અંગે તપાસ કરતા કનવાડા ગામના વડ ફળિયામાં રહેતો સોમાભાઈ ગોપાલભાઈ વસાવા મોટરની ચોરી કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમણે માંગરોળ પોલીસને આ બાબતની જાણ કરાતા પોલીસ કર્મચારીઓ પ્રવિણસિંહ શાંતુભા તેમજ સહયોગી પોલીસ ટીમે સોમાભાઈ ગોપાળભાઈ વસાવાને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. ફાર્મ હાઉસના માલિક સંજયભાઈ રામુભાઈ પટેલે આરોપી વિરુદ્ધ ચોરી અંગેની કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અહેમદ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી.

ProudOfGujarat

અંકલેશ્વર ના અંકલેશ્વર ઉધોગ મંડળ ના 10 સભ્ય માટે ચૂંટણી 29 મી જૂને થશે

ProudOfGujarat

ઝધડીયા તાલુકાનાં ખરચી ગામનાં જાગૃત નાગરીકોનું એક પ્રતિનિધિ મંડળે આજરોજ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગામની ગોચર, તળાવ સહિતની પડતર જમીનોમાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર ખનન થતી હોવાની ફરિયાદ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!