ભરૂચમાં ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી લોકોનો જીવ બચાવવાનો ઉત્તમ કામ કરી રહી છે જ્યારે પણ કોઈ પણ ઇમરજન્સી આવે તો તે સમયે ૧૦૮ ઈમરજન્સી સેવા હંમેશા લોકોના પડખે ઉભી રહે છે. કોરોનાની મહામારી હોય કે પછી માર્ગ અકસ્માત હોય પ્રસૃતિને લગતી ઈમરજન્સી હોય ૧૦૮ ઈમરજન્સી સેવા હર હંમેશ કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા તૈયાર રહે છે.
આજે 8 જાન્યુઆરી એમ્બ્યુલન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લામાં 19 એમ્બ્યુલન્સના ૯૦ જેટલા કર્મચારીઓ એમ્બ્યુલન્સની સાફ-સફાઈ કરી તેમાં આવેલ માનવજીવન બચાવવાના સાધનોની પણ સાર સંભાળ લઇ આવનારા દિવસોમાં વધુ લોકોનો જીવ બચાવીશું એવી પ્રતિજ્ઞા કરી હતી. આ અંગેની જાણકારી ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ આરોગ્ય સંજીવનીના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સચિન સુથાર તેમજ ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવાના સુપરવાઇઝર યુવરાજસિંહ પુવાર એ આપી હતી.
ભરૂચમાં એમ્બ્યુલન્સ ડેની ઉજવણીના ભાગરૂપે ૧૦૮ ઈમરજન્સીનાં 90 કર્મચારીઓએ એમ્બ્યુલન્સની સાફ-સફાઈ કરી.
Advertisement