Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધર્માંતરણ પ્રકરણમાં નાણાકીય ફંડીંગ અને બોગસ પાવતી કૌભાંડની તપાસનુ પ્રકરણ…

Share

– ધર્માતરણના ગુનાના આરોપીઓ અંગે વડોદરા શહેર ડી. સી. બી.પોલીસે રિમાંડ મેળવ્યા.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયાના ધર્માતરણના પ્રકરણ અંગે નાણાકીય લેવડદેવડ અંગે તપાસ અર્થે વડોદરા ડી સી બી પોલીસ દ્વારા નોંધાયેલ ગુનાની તપાસ અંગે પોલીસે બે આરોપીઓ માટે રિમાંડ મેળવ્યા છે. વડોદરા શહેર ડી.સી.બી. પો.સ્ટે , ફર્સ્ટ ગુ.ર.ન ૧૧૧૯૬૦૧૦૨૧૦૦૧૩૮૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૧૫૩ ( એ ) ( ૧ ), ૨૦૧, ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૨૦ ( બી ), ૧૧૪ મુજબનો ગુનામાં આરોપીઓ સલાઉદ્દિન જૈનંદિન શેખ તથા મોહંમદ ઉમર ગૌતમ વિગેરે નાઓની વિરૂધ્ધમા તા .૨૪/૦૮/ ૨૦૨૧ ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આરોપી (૧) સાજીદ અહેમદ પટેલ રહે- આછોદ તા – આમોદ જી.ભરૂચ તથા (૨) યુસુફ વીસન પટેલ રહે.આમોદ ગામ તા.આમોદ જી.ભરૂચને આરોપી સલાઉદ્દીન શેખે રોકડ રૂ.૩,૭૧,૦૦૦ /- આપેલા અને જણાવેલ કે “ આ રૂપિયા મે તમને આપેલ છે તે હકીકત કોઈને જણાવતા નહિ ” જેથી બન્ને આરોપીઓએ બૈતુલમાલ ટ્રસ્ટમાં અલગ અલગ નામના વ્યક્તિઓની આશરે ૫૫૦ જેટલી બનાવટી પાવતીઓ બનાવડાવેલ અને આ રૂપિયામાંથી કાંકરિયા ગામ તા.આમોદ જી.ભરૂચ ખાતે ધર્મ પરિવર્તન થયેલ ઇસમોને આર્થિક મદદ કરેલ હોવાનું આમોદ પો.સ્ટે ગુ.ર.નં .૧૩૫૯ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ ૧૫૩ ( બી ) , સી ) વિગેરે મુજબના ગુનાની તપાસ દરમ્યાન જણાઈ આવેલ જેથી બંને આરોપીઓના કોવીડ ટેસ્ટ નેગેટીવ આવતા ગઈ તા.૦૬ / ૦૧ / ૨૦૨૨ ના ૧.૨૧ / ૩૫ વાગે અત્રેના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ ત્યારબાદ તા. ૦૭/૦૧/૨૦૨૨ ના રોજ કોર્ટમા રજુ કરી દિન -૧૦ ના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરતા આરોપીઓના દિન -૪ ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર થયેલ છે. આ કામે અલગ અલગ નામના વ્યક્તિઓની બનાવટી પાવતીઓ બનાવેલ છે તે બાબતે ઉંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરવામા આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતેથી જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો

ProudOfGujarat

વલસાડના પત્રકાર સામે ખોટી રીતે પોલીસે ગુનો દાખલ કરવા મામલે સુરત જિલ્લા પત્રકાર સંઘની કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

સુરત: નૌતમ સ્વામી વડતાલ ના ૫૦ માં જન્મ દિવસ નિમિતે ૧૧ જગ્યાએ રક્તદાન દાન કેમ્પ તેમજ રક્તતુંલા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!