Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પૂર્વ પટ્ટીના ગામોમાં દિવસના બદલે રાત્રે વીજળી આપતા ખેડૂતોમાં રોષ.

Share

ભરૂચ પૂર્વ પટ્ટીના કડોદ, તવરા, કરજણ, નિકોરા સહિત આસપાસના ગામોના ખેડુતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ બપોરે મળતી વીજળીનો સમય બદલી રાતનો કરી દેવાતા કડોદ સબસ્ટેશન ઉપર ખેડૂતો રજુઆત કરવા ધસી ગયા હતા.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કડોદ સબ સ્ટેશન પરથી આપતી કૃષિલક્ષક વીજળીનો સમય ગુરૂવારથી અચાનક રાતનો કરી દેવામાં આવતા ખેડૂતોમાં દેકારો મચી ગયો છે. ઠંડી અને ઝેરી જાનવર તેમજ દીપડાના ભય વચ્ચે રાતે મળતી વીજળીમાં ખેતરે પાણી આપવામાં જોખમ હોવા સાથે ખેડૂતોએ ઉગ્ર રજુઆત કરી છે. અચાનક ખેડૂતોને આપવામાં આવતી વીજળી જે દિવસને બદલે રાત્રિનો સમય કરતા કેટલાક ખેડૂતોના ખેતરોમાં ઓટો સિસ્ટમમાં રાખેલી મોટરો આચનક વીજળી રાત્રે અપાતા ખેતરોમાં પાણી ફરી વળતા પાકને પણ નુકસાન થયું હોવાનો આક્રોશ ઠલવાઇ રહ્યો છે. ફરીથી ખેડૂતોને દિવસમાં આપવામાં આવતી વીજળી રેગ્યુલર મળે એવી માંગ સાથે ખેડૂતો વીજ મથક પર ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પિકઅવર્સમાં જ માર્ગના સમારકામની કામગીરી કરાતા પિરામણ રોડ પર ચક્કાજામ, અનેક વાહનચાલકો અટવાયા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વિવિધ મુદ્દાઓ અંગે ભાજપનાં આગેવાનો દ્વારા પાઠવાયેલ આવેદનપત્ર સામે બી.ટી.પી. તેમજ અન્ય સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

 કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનર તેમજ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રોકવાના નિણર્ય પર ભારે રોષ નર્મદા સહિત ગુજરાતનાં માજી સૈનીકોએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!