માંગરોળ મામલતદાર કચેરીમાં પોલીસે વેક્સિનના બે ડોઝ નહી લેનારાઓને પ્રવેશ કરતા અટકાવી સરકારની સુચનાનો કડક અમલ શરૂ કર્યો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી કોરોનાનુ સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેથી ખાસ સ્વયં પોતે લોકોએ જાગૃત બનવાની જરૂર છે ત્યારે તકેદારીના પગલા રૂપે રાજ્ય સરકાર દ્વારા સરકારની તમામ સરકારી કચેરીઓમાં જે વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તેમને જ કચેરીમાં પ્રવેશ આપવાની સૂચનાઓ આપવામાં આવી છે જેનો કડક અમલ માંગરોળ મામલતદાર કચેરી ખાતે પોલીસ દ્વારા થઈ રહ્યો છે. આજે સવારથી જ માંગરોળ પોલીસે મામલતદાર કચેરી ખાતે કચેરીમાં પ્રવેશ કરતા તમામ લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા છે કે કેમ તેની પુરતી ચકાસણી કરી હતી અને જે લોકોએ વેક્સિનના બે ડોઝ નથી લીધા તેને મામલતદાર કચેરીમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં મહત્તમ સરકારી કચેરીઓમા સરકારી સૂચનોનું પાલન કરવામાં આવી રહ્યું છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ