ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ પાસેથી એક અજાણ્યા ઇસમ પલ્સર મોટર સાઇકલ પર ૭ વર્ષની બાળકી અપહરણ કરી લુંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. જેથી પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે અલગ અલગ પોલીસ ટીમો બનાવી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં જેના કલાકોમાં જ પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ નાકાબંધી અને સીસીટીવી ફૂટેજના આધારે તથા આરોપીની મોટર સાઇકલના નંબર પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો.
આ બનાવની પ્રાપ્ત થયેલ વિગત અનુસાર પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે પંચમહાલ જીલ્લામાં જુદી જુદી પોલીસ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા તાત્કાલિક સુચના આપી હતી. ગઈકાલે તા-5-1-2022 ના સાંજના સાડા 5 વાગ્યાની આસપાસ ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ પાસે એક અજાણ્યા ઇસમેં લાલ કલરની પલ્સર મોટર સાઇકલ પર અપહરણ લુંટ અંગે સિદ્ધિબેન, વિમલભાઈ શાહે પોતાની દીકરી ઉ.વ. ૦૭ અપહરણ કરેલ છે તેવી ફરિયાદ આપી હતી જેના આધારે નેત્રમ કમાંડ એન્ડ કન્ટ્રોલના સીસીટીવી ફૂટેજ ચેક કરી અને લાલ કલરની પલ્સર મોટર સાઇકલ ઉપર ફરિયાદીની દીકરી તેમજ તેના દાદા જણાય આવતા મોટર સાઇકલના નંબરને આધારે માલિકના નામ સરનામાં તેમજ હયુમન સોશીસને આધારે રોશન ઉર્ફે નાનાભાઈ નટવરભાઈ મોતીભાઈ ચૌહાણ રહે. સામલી, બેટીયા ગોધરા નાઓને દેવ તલાવડી ખાતેથી બાળકીનો સહી સલામત રીતે કબજો મેળવી અપહરણ અને લુંટ કરનાર આરોપીને ઝડપી પાડી તથા લુંટમાં ગયેલ રોકડ રૂપિયા, તેમજ મોબાઈલ ફોને રીકવર કરી ફરીયાદીને તેમની બાળકી સુપ્રત કરી ગણતરીના કલાકોમાં પંચમહાલ જીલ્લા પોલીસે લુંટ તેમજ અપહરણ નો ગુનો ડીટેકટ કર્યો હતો. આરોપી સામે શહેરા પોલીસ મથકમાં ગુના નોધાયેલા છે.
પંચમહાલ રાજુ સોલંકી