ભરૂચ નગર પાલિકાના વોર્ડ નબર 5 ના રહીશોએ નગરપાલિકા ખાતે પ્રમુખ અને મુખ્ય અધિકારીને પીવાના પાણી, ગટર અને રસ્તાની સમસ્યા અંગે રજુઆત કરી હતી.
ભરૂચ નગરનાવોર્ડ નંબર 5 ના રહીશોએ ભરૂચ નગરપાલિકા ખાતે જઈ સમસ્યાઓ અંગે લેખિત અને મૌખિક રજુઆત કરી હતી. વોર્ડ નંબર 5 ના રહીશોએ જણાવ્યું હતું કે તેમને સવારે 6 વાગ્યાના અરસામાં પાણી મળે છે તે પણ પૂરતા દબાણ સાથે પાણી મળતું નથી તેથી રહીશોએ સવારના 8 વાગ્યાંના અરસામાં પૂરતા ફોર્સ સાથે પાણી મળે તેવી રજુઆત કરી હતી સાથે જ ગટરોના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે બાળકો ગટરમાં પડી જાય તેવી સંભાવના હોવાથી ગટરના ઢાંકણા બેસાડવા અને બિસ્માર રસ્તાના સમારકામ અંગે રજુઆત કરી હતી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીએ યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.
Advertisement