વડોદરામાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન ન થતું હોય ત્રીજી લહેર આવવાની તૈયારીમાં હોય તેવા સમયમાં રાત્રે લોકડાઉન તેમજ જાહેર મીટીંગ, રેલી સહિતના પબ્લિક કાર્યો થતા હોય આથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ તમામ મુદ્દા ઉપર ચુસ્તપણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે આજે પી.પી.ઇ કીટ પહેરી કલેકટર કચેરીએ લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે જેમાં તમામ રાજકિય પક્ષ કોરોનાની ગાઈડલાઈન નેવે મૂકીને પોતાની કામગીરી કરતા હોય તેવું જણાય છે. જાહેરમાં સભા ભરવી, મિટીંગો યોજવી, રેલીઓ કાઢવી, જાહેર કાર્યક્રમો કરવા હાલમાં કોરોના કેસની સંખ્યા વડોદરા શહેરમાં દિનપ્રતિદિન વધતી જાય છે તેવા સંજોગોમાં આરોગ્ય કર્મચારીઓ સંપૂર્ણપણે સાવચેતી જાળવી ઘણી વખત પી.પી.ઇ કીટ પહેર્યા વગર કોરોનાની તપાસ કરતા હોય છે. જાહેરમાં લોકો માસ્ક પહેર્યા વગર નીકળતા હોય છે, તાજેતરમાં મોંઘવારી બેરોજગારીનું પ્રમાણ વધારે છે નાગરિકો પાસે ધંધા-વ્યવસાય છે નહીં આથી સરકાર દ્વારા કેટલાક પરિવારોને સહાય આપવામાં આવે અને કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્તપણે પાલન થાય, આરોગ્ય અધિકારીઓ દ્વારા લોકોને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
વડોદરામાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતાં સામાજિક કાર્યકરે પી.પી.ઇ કીટ પહેરી આપ્યું કલેકટરને આવેદન.
Advertisement